________________
શતક ૩૩મું ઉદ્દેશક-૧૨
૩૫૫ માટે વનસ્પતિને આભાર માન્યા વિના આપણી પાસે બીજે માર્ગ છે?
તમારા લેહીને સશક્ત રાખવા માટે નાળિયેર, જાંબૂ, આંબા, જામફળ, દાડમ, સીતાફળ, આમલા, ફનસ, નારંગી, મોસંબી, લીંબુ, પપૈયે, ટામેટા ઉપરાંત ભાજીપાલ, શાક, મરચા આદિના ઉપયોગમાં તમારા મનજીભાઈ રાજી થતાં નથી ?
અને પેટ ભરીને ભેજનીયા કર્યા પછી લવીંગ, સોપારી, એલચી, તજ, વરિયાલી આદિ પદાર્થો તમે વનસ્પતિ વિના
ક્યાંથી મેળવી શકશો? અને છેવટે હરડે, ઈસબગોલ, એરડિયું આદિ પદાર્થો વધારે ખાવાની તમારી ભૂલને સૂધરાવીને પેટને તથા શરીરને સ્વસ્થ કરવા દ્વારા તમારી સેવા કરવા માટે તૈયાર છે અને છેવટે મર્યા પછી શરીરને ખાખ કરવા માટે વનસ્પતિના લાકડા વિના શું કરશે? ત્યારે વનસ્પતિને ઉપભેગ શી રીતે કરીશું?
પંચ મહાવ્રતને સ્વીકારનારા અને પાળનારા સાધુ-ભગ વંતે અને સાધ્વીજી મહારાજે જ્યારથી સંયમિત દીક્ષિત થાય છે ત્યારથી પાપ કરવાનું, કરાવવાનું અને અનુમેરવાનું પણ મન-વચન અને કાયાથી છોડી દીધેલું હોવાથી તેમને માટે કઈ પ્રશ્ન રહેતું નથી. પરંતુ જેઓ હજુ ગૃહસ્થાશ્રમના વેષમાં છે અને ધર્મપત્ની તથા પુત્ર પરિવારને પરિગ્રહ લઈને બેઠા છે, તેમને માટે પાંચે સ્થાવર જીવેને ઉપગ-ઉપભેગ કર્યો વિના બીજો માર્ગ નથી. તેમ છતાં પણ સમ્યક્ત્વના પ્રકાશમાં
જ્યારે આત્માને પુણ્ય–પાપને ખ્યાલ આવે છે ત્યારે આરંભસમારંભ કરવા પણ નથી અને ક્યાં વિના ચાલતું પણ