________________
૩પ૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રતિક્ષણે લેવાતા અને મૂકાતા શ્વાસોશ્વાસ વડે આપણું જીવન સુખપૂર્ણ પસાર થઈ રહ્યું છે તેમાં મૌલિક કારણ પ્રાણ વાયું છે તે તમે નથી જાણતાં વધારે પડતી ગરમીથી આપણે
જ્યારે મુંઝાઈ જઈએ છીએ ત્યારે તીજોરીમાં રહેલા હીરા – મતીના આભૂષણે કે કિંમતી ગરમ કપડાઓ, મિષ્ટાન્નો વગેરે કામ નથી આવતા પરંતુ કુદરતી ઠંડી હવા અથવા તે હવા ભાગ્યમાં ન હોય તે પંખાની હવા વિના શી રીતે જીવતા રહેવાશે? અને છેવટે મૃત્યુના સમયે ઓકસીજનની પણ આવશ્યકતા શી રીતે નકારી શકાશે?
ઈત્યાદી પ્રસંગમાં વાયુકાયને અનહદ ઉપકાર પ્રત્યક્ષ દેખાય છે.
હવે વનસ્પતિકાયના અનહદ ઉપકારને જોઈ લઈએ,
મકાનના બારી-બારણા, પલંગ, સોફા, ટેબલ, ખુરસી, પાટ, પાટલા તથા જે વાથી તમારા શરીરનું રક્ષણ થઈ રહ્યું છે તે સુતરાઉ વમાં વનસ્પતિને ઉપકાર તે કઈ પણ માણસ નકારી શકે તેમ છે?
શરીરને ટકાવવા માટે જવ, ઘઉં, શાલી, વ્રીહિ, સાઠી, ચેખા, કેદરા, મણી ચણા, કાંગ, પાલક, તલ, મગ, અડદ, અલસી, કાળા ચણા, ત્રિપુટક, વાલ, મઠ, ચેળા, બરફ્રિકા, મસૂર, તુવેર, કળથી, ધાણું અને ગોળ વટાણું રૂપે ચાવીસ પ્રકારના ધાન્ય છે જે વનસ્પતિની પેદાશ છે અને ઉપયોગ પણ સર્વથા અનિવાર્ય છે તે શું તમે નથી જાણતાં?
શરીરને પુષ્ટ કરવા માટે બદામ, પીસ્તા, ચારોલી, ખજૂર, ખારેક, અંજીર, ખસખસ, કાજુ આદિના ઉત્પાદન