________________
શતક ૩૩મુ : ઉદ્દેશક-૧૨
૩૫૩
ભરઉનાળામાં પણ પૃથ્વીના પેટાળમાંથી પાણીનું ગ્રહણ કરનારી છે. તેવી રીતે કોઈને ક્રોધ, કેઈને માન અને કોઈને લજ્જા પ્રત્યક્ષ દેખાય છે માટે જેમને આહાર-ભય-મૈથુન અને પરિ ગ્રાદિ સંજ્ઞા હોય તે જીવ જ હાય છે.
પાંચે સ્થાવર ચેાનિક જીવાના મનુષ્ય જાતિ પર ઉપકાર– પાંચે સ્થાવર જીવા માનવ જાતિને માટે કેટલા બધા ઉપયાગી અને ઉપકારક છે. તેને સ્પષ્ટ ખ્યાલ આપણુને આવ્યા વિના રહેતા નથી. જેમકે-મકાનના નિર્માણમાં ઇંટ, ચૂના, પત્થર, સીમેન્ટ અને માટીને ઉપકાર છે. હીરા, પુખરાજ, સુવર્ણ, ચાંદી, તાંબુ, પીત્તળ આદિના વ્યાપારા વડે માનવ સમાજ શ્રીમંત બનીને અથ અને કામના ભેાગવટા કરી રહ્યો છે. તેમના આભૂષણેાથી માનવ પેાતાનુ શરીર શણગારી રહ્યો છે. આમાં બધાયમાં પૃથ્વીકાયના ઉપકાર શી રીતે ભૂલી શકાશે ?
સ્નાન કરી શરીરને શણગારવા માટે, ઠ'ડા પીણા પીઇને હૈયું ઠંંડુ કરવા માટે, કપડાંઓને બગલાંની પાંખ જેવા કરવા માટે, મનગમતા લેાજનીયા, મિષ્ટાન્નો અને ફરસાણના ટેસ્ટ લેવા માટે પાણી વિના શું કરશે ?
રસોઈ ખનાવવામાં, ઠંડીથી બચવામાં અને ભયજનક અંધકારથી બચવાને માટે અગ્નિકાયના ઉપયાગ કર્યા વિના ખીજો માગ કોઇની પાસે છે?
ગરમી, પરસેવા અને થાક ઉતારવાને માટે ઠં’ડી હવા, પંખાની હવા વિના તમે એકેય મિનિટ ચલાવી શકશે ? આડાને, પેશાબને, તથા સ્ત્રીની કુક્ષિમાં રહેલા તમારા લાડકવાયા સ'તાનને સંસારના સ્ટેજ પર લાવવાને માટે અપાનવાયુની સેવાને કઈ રીતે ભૂલશે ?