________________
શતક ૩૩મું : ઉદ્દેશક-૧૨
૩૫૧ તેજસ્કાય માટેની વક્તવ્યતા ?
સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તક અને અપર્યાપ્તક રૂપે ચાર ભેદ છે. બાદર અગ્નિકાયના ભેદ જીવ વિચાર પ્રકરણથી જાણ લેવા.
યદિ કાળને વ્યાઘાત ન હોય તે અઢીદ્વિીપમાં રહે છે અને વ્યાઘાત હોય તે કેવળ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં રહે છે. જેમ અયોધ્યાનગરી પર ત્રીજા આરાના ચરમ ચરણે ઋષભદેવ રાજા હતાં ત્યારે અગ્નિની ઉત્પત્તિ થાય છે અને પાંચમા આરાના અંત સુધી રહેશે. ત્યારપછી ભારત અને ઐરાવત ક્ષેત્રમાંથી અગ્નિને અભાવ થશે અને મહાવિદેહ ક્ષેત્રમાં થે આરે જ હોવાથી ત્યાં બાદર અગ્નિકાયને અભાવ ક્યારેય પણ નથી સૂક્ષમ અગ્નિકાય સર્વ લેકવ્યાપી છે.
અગ્નિમાં રહેલા પ્રકાશ અને ગરમીના માધ્યમથી તેમાં જીવેની સિદ્ધિ થાય છે, જેમકે –શરીરમાં જીવાત્માની વિદ્ય માનતા હોય ત્યારે જ તાવની ગરમીને અનુભવ થાય છે. મડદામાં ગરમી હોતી નથી. તે પ્રમાણે અગ્નિમાં રહેલે પ્રકાશ અને ગરમી જ જીવની સિદ્ધિ બતલાવી આપે છે અને જીવની વિદ્યમાનતામાં જ અંગારા ગરમ અને પ્રકાશ આપનારા રહેશે; અન્યથા રાખમાં પ્રકાશ કેઈએ જે નથી..
વાયુકાય માટેની વક્તવ્યતા:
સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા રૂપે ચાર ભેદ છે. બાદર વાયુકાય નીચે પ્રમાણે છે. (1) ઉકલિકાવાયુ-તરંગોની જેમ જે રહી રહીને વાય તે
આ વાયુ છે.