________________
શતક ૩૩મુ' : ઉદ્દેશક-૧૨
૩૪૯
આ કારણને લઇ ગ્રામાન્તર કે દેશાન્તર કરતા જૈન મુનિને માટે ડંડાસનથી પગ સાફ કરવાનું વિધાન છે અને મુનિએ કે સાધ્વીજીએ આજે પણ પેાતાના પગને ડંડાસનથી સા કર્યાં પછી બીજા ગામમાં પ્રવેશ કરે છે. પરકાયશસ્ત્ર એટલે પેાતાની જાતથી અતિરિક્ત બીજા દ્વારા હનન થાય. જેમકે પાણી, કાદવ, કોદાળી, પાવડા, વિષ, જાનવર આદિનુ ચાલવું, ગંદું ફેકવુ. આદિ પરશસ્ત્ર છે અને વિરતિ વિનાના અસયમી ગમે ત્યારે પણ પૃથ્વીકાયિકાના ઘાતક બની શકે છે તે ભાવશ છે.
(૮) વેદનાકાર-હાથ-પગ આદિ કાપવાથી મનુષ્યને જેમ વેદના થાય છે તેમ પૃથ્વીકાયના જીવાનું સ્વપરશસ્ર વડે હનન કરવાથી તેમને પણ વેદના ચાક્કસ થાય છે અને પરજીવાને વેદના કરવી તે હિંસા છે.
(૯) વધદ્વાર–‘ પૃથ્વી જીવવાળી છે' આવું જ્ઞાન જેમને નથી તેવા અજ્ઞાનીઓ માહવશ બનીને હાથ-પગ-શરીર આદિ ધાવા વડે પૃથ્વીકાયના તથા પૃથ્વીને આશ્રય કરી રહેલા બીજા ત્રસ જીવાને પણ મારનારા મને છે.
(૧૦) વિરતિદ્વાર-સમિતિગુપ્તિના ધારક, પાંચ મહાવ્રતધારી મુનિરાજો જ પૃથ્વીકાયના જીવાના વધના ત્યાગ કરવા માટે સમર્થ બનવા પામે છે.
અકાય માટેની વક્તવ્યતા :
સૂક્ષ્મ-ખાદર-પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપે અાયિકા ચાર પ્રકાર છે. તેમાંથી ખાદરના ભેદો આ પ્રમાણે છે.
શુદ્ધોદક-તળાવ, વાવડી, નદી અને સમુદ્ર આદિનુ પાણી,