________________
૩૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૫) અવગાહનાદ્વાર -બાદરપર્યાપ્ત પૃથ્વીકાયિક જીવે જે આકાશખંડમાં અવગાહિત છે, ત્યાં બીજા બાદર પર્યાપ્તક પૃથ્વીકાયિકે પણ અવગાહિત હોય છે. શેષ અપર્યાપ્તકા, પર્યાપ્તક નિશ્રામાં ઉત્પન્ન થયેલા હોવાથી પર્યાપ્ત સાથે તેઓ પણ અવગાહિત છે. જ્યારે સૂક્ષ્મ જી પૂરા લેકમાં અવગાહિત છે.
(૬) ઉપગ દ્વારઃ-એક જીવ ઉપગ દ્વારા બીજા જીવને ઉપગ્રહ કરનારો હોય છે તેથી પૃથ્વીકાયના જીવે મનુષે માટે કઈરીતે ઉપભેગમાં આવશે? જવાબમાં કહેવાયું કે મનુષ્યાદિને ચાલવા માટે, ઉભા રહેવા માટે, બેસવા માટે પૃથ્વી જ કામે આવે છે. માટીના પુતળા, માટલા, મકાન, ઈંટ બનાવવા માટે પૃથ્વીને ઉપયોગ થાય છે. પત્થર, ચૂનાના બંગલા, હવેલીઓ આદિના નિર્માણમાં પૃથ્વીકાયિકે જ છે. લઘુનીતિ, બડીનીતિ, કફ, થુંકને ફેંકવા માટે, ખેતી તથા તમારા ભેગ ઉપભેગના બધાય સાધનને રાખવા માટે પૃથ્વી કાયને ઉપભેગા થાય છે.
(૭) શદ્વાર :-જીવાત્માને જન્મ છે તે મૃત્યુ પણ અવશ્ય છે, પછી ચાહે તે પિતાની મેળે હય, સ્વજાતિથી હોય કે પરજાતિથી હેય. મર્યા વિના બીજે માર્ગ કેઈને માટે પણ નથી જ. પ્રસ્તુત પ્રશ્નના જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ! પૃથ્વીકાયિકના હનન માટે દ્રવ્ય તથા ભાવરૂપે બે પ્રકારના શસ્ત્ર છે. તેમાં પણ દ્રવ્ય શસ્ત્ર, સ્વ અને પરભેદે બે પ્રકારનું છે. સવ એટલે પિતાની જાત જ પિતાના હનન માટે ઘાતક બને તે સ્વીકાયશસ્ત્ર કહેવાય છે. જેમકે – કાળી માટીમાં જન્મેલા પૃથ્વીકાયિકે પીળી, પેળી કે ભૂરી માટીમાં જન્મેલા જીના ઘાતક બને છે. આ પ્રમાણે પીળી માટીને પૃથ્વીકાયિકે પણ કાળી માટીના જીના ઘાતક છે.