________________
શતક ૩૩મું : ઉદ્દેશક-૧૨
૩૪૫ ભેદ, ગંધના બે ભેદ અને સ્પર્શને ભેદ આઠ જાણવા. આ ચારેનું મિશ્રણ જ નિ કહેવાય છે; દાખલા તરીકે કૃષ્ણ વર્ણની વાત કરીએ તે તરતમ જોગે તે કેટલાય ભેદવાળું છે. ભ્રમર, અંગાર (કેલ) કેયલ, જંગલી પાડે અને કાજલ આદિ કાળા વર્ણના છે, પરંતુ પરસ્પર એક બીજાથી કેટલાક કૃષ્ણવણે હીન છે અને બીજા અધિક છે, હીન છે તે કઈક સામેવાળાથી એક પૈસે હીન, બે પૈસે હીન અને કોઈ વળી ૯૯ પૈસે હીન છે. આનાથી વિરુદ્ધ અધિક જાણવા. પાંચે વર્ષો માટે પણ આ પ્રમાણે જાણવું. પાંચ વર્ણોના મિશ્રણમાં ગુલાબી ઘૂસર (કંઈક સફેદ પડતું) ઈત્યાદિ વણે થાય છે. વર્ણની જેમ રસ-ગંધ અને સ્પર્શ માટે પણ કલ્પી લેવું. હવે આપણે જાણીએ કે ઉત્પત્તિનું સ્થાન વર્ણાદિ ભેદને લઈ સંખ્યાત થશે. તે બધી સંવૃત યુનિ કહેવાશે. સચિત, અચિત કે મિશ્ર, શીતઉષ્ણ કે મિશ્ર બનશે. આમ એક બીજાનું એક બીજામાં તરતમ જગે મિશ્રણ થતાં બધાયની સંખ્યા સાત લાખની થવા પામશે.
પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપે પણ પૃથ્વીકાયિકે બે પ્રકારના છે, તેમાં જે બાદર પૃથ્વીકાયિકેના ભેદો કહ્યાં છે તેમાં પર્યાપ્ત અને અપર્યાપ્તક બંને પ્રકારના જાણવા. સાત લાખ યોનિ પણ બરાબર જાણવી. પૃથ્વીકાયિકના એક પર્યાપ્તક જીવના આશ્રયે અપર્યાપ્તક જીવે અસંખ્યાત જાણવા. સૂક્ષ્મ જીવે પણ પર્યાપ્તક અને અપર્યાપ્તક બને છે. વિશેષમાં અપર્યાપ્તકની નિશ્રામાં પર્યાપ્તકે અસંખ્યાત જાણવા.
વનસ્પતિનું જ્ઞાન જેમ વૃક્ષાદિથી થાય છે તેમ પૃથ્વી કાયિકેની વિદ્યમાનતામાં પણ શ્રદ્ધા રાખવી. ગાય અને ઘેડામાં જીવાત્મા છે માટે તેઓ ચાલે છે, ફરે છે, ખાય છે, જીવે છે અને મરે છે. તેવી રીતે પૃથ્વીકાયિક માટે પણ જાણવું.