________________
૩૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આજ સુધી પૃથ્વીના પેટાળમાંથી ઢગલાબંધ પત્થરાઓ, શિલાઓ, માટી, હીરા, ગેરું, હિંગલેક, અભ્રક, લેખંડ, સીસું આદિ બહાર આવ્યા છે, તે પણ તેની ખાણમાંથી તે તે પદાર્થો ખુટ્યા નથી. કેમકે અશ (મસા) જેમ માસના અંકુરાઓને ઉત્પન્ન કરે છે, તેવી રીતે ખાણમાં રહેલા પત્થરો પણ સચેતન હોવાથી તેમને વધારે પિતાની મેળે થતે જ રહે છે. દુનિયાભરની તીજોરીમાં ન તેલી શકાય. ન ગણી શકાય તેટલું સોનું-ચાંદી હીરા વગેરે રને પડ્યા છે, જેનું ઉત્પાદન પૃથ્વીના પેટાળમાંથી થયું છે, છતાં પણ તેની ખાણોમાંથી હજુ પણ અઢળક સેનું, ચાંદી અને હીરા વગેરે નીકળતા જ રહે છે. આંખેને પણ ચક્કર ખવડાવે તેવી બિલ્ડીંગમાં કેટલુય સીમેંટ વપરાયું છે તે પણ સીમેંટના પત્થરાઓ ખૂટ્યા નથી, કેલસા ખૂટ્યા નથી, લાખ કરોડ ટન લેખંડ-પોલાદની બનેલી રેલ ગાડીઓ, જહાજે, મોટરે, મેટી મોટી ફેકટરીઓને આપણે જોઈએ છીએ તે પણ જમીનમાં લેખંડ નીકળતું બંધ થયું નથી. નર્મદા સાબરમતી તથા દરિયાના પેટાળમાંથી કરોડોની સંખ્યામાં ટ્રકે ભરાય તેટલી રેત બહાર આવી છે તે પણ તે તે નદીઓમાં અને દરિયામાંથી રેત ઓછી થઈ નથી. ઇત્યાદિ પ્રત્યક્ષ ઉદાહરણોથી પૃથ્વીકાયના અસ્તિત્વને નકારી શકાય તેમ નથી.
(૩) લક્ષણ દ્વાર -લક્ષ્યમાત્રની સિદ્ધિ લક્ષણાધીન હેવાથી પૃથ્વીકાયિક છે, તે તેનું લક્ષણ શું? એટલે કે પૃથ્વીમાં જીવ છે તેને જાણવા શી રીતે? જવાબમાં “યુવાવયં વીવહ્ય ક્ષણ' કહેવાયું છે, કારણ કે ઉપગની વિદ્યમાનતા અજીવ(જડ)માં કઈ કાળે હેતી નથી, અન્યથા રેલગાડીના એજનને આગળના પાટા ઉખડી ગયેલાની માહિતી કેમ ન પડે? માટે “યત્ર યત્ર જીવસ્તત્રતત્ર ઉપગઃ ” આ ન્યાયથી