________________
૩૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેમાં લક્ષણપૃથ્વી પાંચ પ્રકારે છે અથવા સાત પ્રકારે છે. કાળી માટી, ભૂરી માટી, રાતી માટી, પીળી માટી, સફેદ માટી, ધૂળ જેવી માટી અને નદીમાં પૂર આવ્યા પછી કિનારા પર જે કાદવ હોય તે પનક માટી કહેવાય છે. - ખપૃથ્વીના નીચે પ્રમાણે ૩૬ કે ૪૦ ભેદ જાણવા.
શુદ્ધ પૃથ્વી, શર્કરા પૃથ્વી, વાલુકા (રેતી), ઉપલ (પત્થર), શિલા (દેવકુલપીઠાદિ બનાવવામાં ઉપયોગી પત્થર), લવણ (જેમાંથી મીઠું નમક આદિ નીકળે), ઉષ (ખારી જમીન), લખંડ, તાંબુ, કલાઈ સીસુ, રૂપું, સેનું, હીરા, હરિતાલ, હિંગલેક, મન:શીલા, પાર, અંજન (સુરમાને પત્થર), પરવાલ, અબરખ, તન્મિશ્રિત માટી, ગમેધક, રૂચક, અંક, સ્ફટિક, લેહિતાક્ષ, મરક્ત, મસારગલ, ભુજમેચક, ઇન્દ્રનીલ, ચંદન, ગેરૂ, હંસગર્ભ, પુલક, સૌગન્ધિક, ચન્દ્રકાંત, વૈર્ય, જલકાંત અને સૂર્યકાંત.
આ બધા ખરપૃથ્વીને ભેદ છે, જેમાં અમુક ખારે છે, રને છે, સારા અને સામાન્ય પત્થરે છે. તે બધાય પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે.
પૃથ્વીકાયના જીવેને ઉત્પન્ન થવાના સાત લાખ સ્થાન (સાત લાખ નિ) છે. આને અર્થ એ નથી કે આ જીની સંખ્યા સાત લાખની જ છે તેમ માનવાની ભૂલ કદાપિ ન કરવી, કારણ કે પૃથ્વીકાયના જીની સંખ્યા અસંખ્યાત છે, પરંતુ તેમને ઉત્પન્ન થવાના સ્થાને(નિઓ)ની સંખ્યા સાત લાખની સમજવી. તે શી રીતે? જવાબમાં જાણવાનું કે ઉત્પન્ન થવાનું સ્થાન પૌગલિક હોવાથી તેમાં વર્ણ-ગંધરસ અને સ્પર્શ હોય જ છે. વર્ણના પાંચ ભેદ, રસના પાંચ