________________
શતક ૩૩મું : ઉદ્દેશક-૧
૩૩૭ આંખનો અભાવ હોવાથી કંઈ પણ જોવાની મજા તેમને હોતી નથી.
નાકના અભાવમાં કંઈ પણ સૂંઘવાને ટેસ્ટ તે શી રીતે માણવાના હતા અને જીભ ન હોવાથી તે એકેન્દ્રિય જીવે અસંખ્યાત અથવા અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણું સુધી, ભાવનગરની બદામ પુરી, સુરતની ઘારી, ખંભાતની સુતરફેણી, આબુની રાબડી, ખંભાતને હલ, ગાંઠીયા, પાપડી, આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ચેવડ, ઓસામણ આદિ ફરસાણ કે મિષ્ટાન્ન તેમના ભાગ્યમાં છે જ નહી. તેવી રીતે પુરુષદને સર્વથા અભાવ હોવાથી ઉપર બતાવ્યા પ્રમાણેના લાંબા કાળ સુધી કોઈપણ સ્ત્રીને સહવાસ, મિઠી મશ્કરીએ, આંખના ઇસારા કે ગંદી ચેષ્ટાઓ પણ તેમને નથી, કેવળ તેમના ભાગ્યમાં નપુંસકદ જ હોવાથી સંસારની રતિ માત્ર મજા તેમને નથી.
- શતક ૩૩માને ઉદ્દેશે પહેલે સમાપ્ત જ