________________
૩૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ગેહુ-ચણ આદિમાં જ્યાં સુધી બીજતરવ” હોય છે ત્યાં સુધી પૃથ્વી, પાણી, વાયુ અને તેજ આદિની સહાયતા મળતા જ તેમાંથી ફરીથી અંકુત્પત્તિ થાય છે તેવી રીતે
વીસે દંડકના જીમાં કર્મબીજ વિદ્યમાન હોવાના કારણે મેહ-માયા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મનદંડ, વચનદંડ તથા કાયદંડના નિમિત્તો મળતા જ ફરી ફરી આ ચારે ગતિના છ પ્રતિસમયે આઠે કર્મોને કે સાતે કર્મોને બાંધનારા હોય છે, મતલબ કે તેમને જેમ જૂના કર્મો છે તેમ નવા કર્મો પણ બંધાતા હોય છે.
તેમને જ્યારે કર્મે છે અને નવા કર્મો પણ બાંધે છે તે તેઓ પૃથ્વીકાયના વિદ્યમાનભવમાં કેટલા કર્મો ભોગવતા હશે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ! તેઓ પ્રતિસમયે નીચે લખ્યા પ્રમાણે ૧૪ કર્મોને ભેગવે છે –
(૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ, (૩) વેદનીય કર્મ, (૪) મેહનીય કર્મ, (૫) નામ કર્મ, (૬) ગેત્ર કર્મ, (૭) આયુષ્ય કર્મ, (૮) અંતરાય કર્મ, (૯) શ્રેત્રેન્દ્રિયા વરણીય કર્મ, (૧૦) ચક્ષુરિન્દ્રિયાવરણય કર્મ, (૧૧) ધ્રાણેન્દ્રિયાવરણીય કર્મ, (૧૨) રસનેન્દ્રિયાવરણીય કર્મ, (૧૩) સ્ત્રીવેદ-આવરણીયકર્મ, (૧૪) પુરૂષવેદ-આવરણીય કર્મ. - શ્રેન્દ્રિયાવરણાદિ કર્મોના કારણે પૃથ્વીકાયિક જીવેને દ્રવ્યેન્દ્રિયરૂપે કાન, નાક, આંખ અને જીભ આ ચારે ઇન્દ્રિયને સદંતર અભાવ હોવાથી તેમને જીવનવ્યવહાર કેવળ સ્પશે. ન્દ્રિય દ્વારા જ પૂર્ણ થાય છે.
તેમને કાન ન હોવાથી, કેઈનું સંગીત, ગાયન કે કોઈના ઝાંઝરને ઝણકાર સાંભળવાને આનંદ તેમના ભાગ્યમાં નથી.