________________
૩૩૫
*
શતક ૩૩મું ઃ ઉદ્દેશક-૧ (૩) બાદર અપર્યાપ્ત પૃથ્વીકાય. (૪) બાદર પર્યાપ્ત પૃથ્વીકાય.
પૃથ્વીરૂપે ઉત્પન્ન થનારા પૃથ્વીકાયના જીના આ ચાર ભેદ છે.
આજ પ્રમાણે પાણીકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના પણ ચાર ચાર ભેદે જાણવા. બધાય મળીને ૨૦ ભેદ થયા.
સૂક્ષમનામકર્મને લઈને તેઓ સૂક્ષમ છે. બાદરનામકર્મને લઈને તેઓ બાદર છે. અપર્યાપ્ત નામકર્મને કારણે તેઓ અપર્યાપ્ત છે. અને પર્યાપ્ત નામકર્મને કારણે તેઓ પર્યાપ્ત છે.
આ એકેન્દ્રિય છે ચાહે ઉત્ક્રાતિ એટલે કે અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળીને એકેન્દ્રિયાવતારે જમ્યા હોય કે અપક્રાન્તિ એટલે યાવત્ મનુષ્ય, રાજા, મહારાજા, રાણી, શેઠાણી તથા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ કે પહેલા અને બીજા દેવકના દેવ વિષયવાસનાના પાપે, ક્રોધાદિ કષાયના અભિશાપે અથવા પરિગ્રહ અને આરંભના કારણે પિતાના પુણ્યને તથા સત્કર્મોનું દેવાળું કાઢીને અપકાંતિ દ્વારા એકેન્દ્રિયાવતારે જમ્યા હોય તે બધાય જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોની બેડીમાં બંધાયેલા છે. એટલે કે સૂક્ષમ અપર્યાપ્તક જોથી લઈને ચોવીસે દંડકના છે જેમાં વૈમાનિકદેવે, અહમિન્દ્રદે, બ્રહ્મલોકના બ્રહ્મદેવે પણ આઠે કર્મોની હાથકડીમાં જકડાયેલા છે. .