________________
૩૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૬) પિતાના હાથે ચૂલા ચેક કરી રઈ પાણી કરતા નથી. (૭) નાની કે મોટી કઈપણ બાલિકા, વિધવા આદિ સ્ત્રીને - પોતાના પાદને સ્પર્શ કરવા દેતા નથી. (૮) ભાંગ, ગાંજો, ચરસ આદિનું સેવન સર્વથા ત્યાજ્ય છે. - આ કારણે જ અહિંસાધર્મની આરાધના કષ્ટ સાધ્ય છતાં પણ સુલભ છે.
આ બધી બાબતે જાણ્યા કે સમજ્યા પછી જેના ભેદો જાણવા કેટલા જરૂરી છે? તે સહજ સમજી શકાય તેવી વાત છે. હવે આપણે ભગવતી સૂત્રાનુસારે તે તે જેને જાણીએ અને યથાશક્ય તે જીની હત્યામાંથી આપણે બચવા પામીએ તે જ ઈષ્ટ છે. એકેન્દ્રિય ના ભેદાનભેદે...
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ ફરમાવ્યું કે, હે ગૌતમ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય ઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપે જીના પાંચ ભેદ છે. ષકાયના રૂપે જીવે છે પ્રકારના છે. ચારગતિરૂપે તે જીવે ચાર પ્રકારે છે, ત્રણ વેદની કલ્પનાએ જીવે ત્રણ પ્રકારના છે અને જીવવાની અપેક્ષાએ જીવ એક જ ભેદવાળા છે. અને સ્થાવરત્રસરૂપે તે બે ભેદે પણ છે. પરંતુ અહીં એકેન્દ્રિયની વાત હોવાથી તેના ભેદાનભેદ જાણુએ જેના ૨૦ ભેદ છે, તે આ પ્રમાણે - (૧) સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાય. (૨) સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાય.