________________
શતક ૩૩ : ઉદ્દેશ–૧
પહેલું એકેન્દ્રિય શતક ઉપક્રમ . - પ્રત્યેક ધર્મસંપ્રદાયે જૂદા જૂદા નામે પણ જીવતત્વને તથા દયાધર્મને માનનારા છે, પરંતુ જ્યાં સુધી જીના ભેદાનભેદો, તેના પ્રકારે, તથા ઉત્પત્તિએને જાણવામાં ન આવે ત્યાં સુધી તે જીની હત્યાથી શી રીતે બચાશે ? દયાધર્મ શી રીતે પળાશે ? એક જીવને બચાવવાને ભાવ થયે અને બીજા જીને ન બચાવી શક્યા તે જીવદયાની પૂર્ણતા ક્યાં રહી? દયાધર્મ યદિ સાચે જ હોય છે જે જીવે ઉપર દયા કરવાની છે તે જેને જાણ્યા વિના બીજો માર્ગ ક્યો? બેશક ! પૂર્ણ દયા પાળવી કદાચ શક્ય ન હોય તે પણ જેની જાણકારી હશે તે કેઈક અવસ્થા વિશેષમાં પણ જીવહત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા જેટલી ભાવના થશે અને એક દિવસે તેટલી -હત્યામાંથી બચવાને માટે પણ પ્રયત્ન કરશે. સારાંશ કે જેના
ભેદ જાણવા અત્યંત આવશ્યક છે. કેમકે – આ બધાય જીવેના આકારે એકસરખા નથી. કર્મ વિશેષને લઈને કેઈક મનુષ્પાકારે છે, બીજો પશુના આકારે, ત્રીજો વળી કીડાના આકારે તે એથે જુદી જુદી જાતની વનસપતિ કે પૃથ્વી–પાણીના આકારે છે. આ પ્રમાણે સૌના શરીરે જુદા છે, આકારે જુદા છે, પુણ્ય-પાપ જુદા અને કર્મોના ભેગવટા. પણ જુદા જુદાં છે. સાથોસાથ વિષ્ટાના કીડાથી લઈ ઈન્દ્રલેકના ઈન્દ્રને પણ પોતપોતાનું જીવન સમાતીત પ્યારું છે માટે કઈ પણું જીવને બેમોતે મરવાની ઈચ્છા નથી.