________________
થતક ૩૩મુ' : ઉદ્દેશક-૧
૩૩૧
ઉપર્યુ ક્ત પ્રમાણે જ્યારે નાના કે મોટા, પૃથ્વીના કે પાણીના, બકરાના કે ઘેટાના, વનસ્પતિના કે ફળ-ફૂલાના જીવા જીવવાની ઇચ્છા રાખનારા છે ત્યારે તેને મારનાર, કાપનાર, છુંદનાર, પીસનાર, ખાનાર અને છેવટે મરેલા કે મારેલા જાનવરોને ખાનારને પણ જીવહત્યાનું પાપ લાગ્યા વિના રહે. વાતુ નથી, અને એક પાપ બીજા પાપને આમંત્રણ આપનારૂ હાવાથી ઇન્દ્રિયગુલામને બીજા જીવની હત્યાના કોઈક સમયે ખ્યાલ રહે છે અને કોઈક સમયે ખ્યાલ રહેતા પણ નથી; પરિણામે પાપકર્માંના ભાર વધે છે અને આજના માનવ, પંડિત, મહાપંડિત પણ આવતી કાલના પૃથ્વીકાયક જીવના અવતારને પામનારો બને છે, જળકાયિક બને છે. આ પ્રમાણે ચેારાણીના ફેરામાં કે નવાણુના ચક્રમાં ફસાઈ જવુ પડે છે; જ્યાંથી લાખા કરાડો અવતાર પછી પણ ફરીથી મનુષ્યાવતાર મેળવી શકાતા નથી.
વૈદિક ધર્મ બકરા, ઘેટા, પાડા, યાવત્ ખત્રીશ લક્ષણા બાળકને પણ મંત્રાચ્ચારપૂર્વક મારવાનું વિધાન કર્યું ત્યારે દયાત્મા બુદ્ધદેવે મોટા-મોટા પ્રાણીઓને બચાવવાને માટે રાજપાટના ત્યાગ કર્યો, ઉગ્રતપનું સેવન કર્યુ અને શક્તિ વિશેષ પ્રાપ્ત કર્યાં પછી તે જ્ઞાનના ઉપયાગ કર્યાં અને ઘણા યજ્ઞકુંડા બધ કરાવીને હજારા, લાખા અને કરોડોની સખ્યામાં મૂંગા પ્રાણીઓને બચાવ્યા છે. તેટલા પ્રમાણમાં બુદ્ધદેવનુ કાય પ્રશસનીય હાવા છતાં પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવરાશિ સુધી બૌદ્ધધમ પહેાંચી શકવા માટે સમર્થ અન્યા નથી, ત્યારે જ તે ગૃહસ્થને ત્યાં રાંધેલા માંસને યુદ્ધદેવે પોતે પોતાના પાત્રમાં સ્વીકારી શકયા છે, પરિણામે આજે પણ બૌદ્ધધર્મ માં માંસા હારને ભિક્ષામાં લેવાના નિષેધ મનાયેા નથી,