________________
૩૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ મલદ્વાર, મુખ, નાક, કાન અને પરસેવે સ્ત્રીની જેમ ગંદા જ છે. તથા ઈર્ષા અદેખાઈ અને છેવટે અનંતાનુબંધી કષા વગેરે પુરુષને માટે કેવી રીતે નકારી શકાશે? સારાંશ કે દાની કલ્પના બંનેમાં સમાન છે. આવી સ્થિતિમાં પુરુષ મેક્ષને અધિકારી બને અને સ્ત્રી ન બને, તેવા પ્રકારને પક્ષપાત તીર્થંકરના શાસનમાં હોઈ શકતા નથી, માટે જન્મ જાત દોષને પુરુષની જેમ સ્ત્રી પણ હટાવી શકે છે. મરૂદેવી માતા, ચન્દનબાળા, જીમતી, દેવાનંદા, મલ્લીનાથ તીર્થંકર આદિ અગણિત સ્ત્રીઓ સ્ત્રીલિંગે જ મેક્ષ ગયા છે. બેશક ! વેદોદયમાં જેમ સ્ત્રીને મેક્ષ નથી તેમ તે વેદેદયમાં પુરુષ ચાહે જેસલમેરના રેગિસ્તાનમાં આતાપના સ્વીકારે કે હિમાલયમાં દેહ ગાળી નાખે તે પણ આ ભવમાં મેક્ષ મેળવી શકવાને નથી.
one
શતક ૩૧માને ઉદેશે પહેલે સમાપ્ત છે