________________
શતક ૩૧મુ : ઉદ્દેશક-૧
૩૨૫
ખીજા ભાગમાં કરાયેલી છે. આ કારણે જ પુરૂષના પુરૂષવેદ, સ્ત્રીના સ્રીવેદ, કે નપુ ંસકના નપુંસકવેદ જ મેાક્ષને બાધક છે, પણ પુરૂષલિંગ, લિંગ, કે નપુ સકલિંગ હરહાલતમાં પણ માધક નથી જ.
પુરૂષ કે સ્ત્રીને જ્યારે આધ્યાત્મિકતા પૂર્વકની તપશ્ચર્યાં, ત્યાગ, સયમ તથા સવરધની પ્રાપ્તિ થાય છે અને ઉત્તરાત્તર તેની સાધના આગળ વધે છે ત્યારે વેદાયના નશે। શનૈઃ શનૈઃ ધીમા પડે છે અને નવમે ગુણુઠ્ઠાણે ચઢયા પછી તે વેદોદય ઠંડા પડે છે અને તેનું જોર લગભગ ખતમ થવાની અણી પર આવે છે અને કેવળજ્ઞાનના દ્વાર ઉઘડવાની તૈયારી થાય છે. માટે સ્ત્રી ભલે તે ભવથી સાતમી નરકે ન જઈ શકતી હાય પણ કર્માના ક્ષય કરીને મેાક્ષ મેળવી શકે છે.
તા
ઉપર પ્રમાણેના વક્તવ્યથી જાણી શકીએ છીએ કે અરિ હંત પરમાત્માએની વાણીનુ એક પણ સૂત્ર સ્ત્રીને કેવળજ્ઞાન થતું અટકાવી શકે તે જોવામાં આવતું નથી. કેમકે કર્માંનુ બંધન મિથ્યાત્વના કારણે છે, તેના અવરોધ સવરને અધીન છે જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ નિજ રા તત્ત્વને આભારી છે. મનુષ્ય કે સ્ત્રીને માટે નાગમ એક જ છે, સૂત્રા એક જ છે તેથી તે અંનેને જેમ કર્માનુ બંધન નિશ્ચિત છે તેમ કર્મોના ક્ષય પણ નિશ્ચિત જ છે.
કદાચ તમે કહી શકશેા કે સ્ત્રીનુ' શરીર ગંદુ હાય છે તેમ સ્વાભાવિક રીતે ઇર્ષ્યા, અદેખાઇ, કલેશ તથા કંકાસ પણ તેમને વધારે હાવાથી સ્ત્રીને મોક્ષ મળવા સરળ શી રીતે બનવા પામશે ? પરંતુ ભૂલી જવાનુ નથી કે જે દોષો સ્ત્રીને માટે સહજ છે તે પુરુષને માટે પણુ તેમજ છે. પુરુષાના