________________
શતક ૩૧ મું : ઉદ્દેશક-૧
૩૨૧ સામેવાળા ઉપર ઘાત કરે છે, જ્યારે બીજી વ્યક્તિના મનવચન અને કાયા મડદાલ છે, શક્તિહીન છે અને શસ્ત્રો પણ જોઈએ તેવા ઘાતક નથી અને સામેવાળાને મારવાના ભાવ પણ છે. આવી સ્થિતિમાં પહેલી વ્યક્તિના ભાગ્યમાં ભયંકર ચિકણ કર્યાનું બંધન રહેશે અને બીજી વ્યક્તિને કર્મબંધન ઢીલા રહેશે. આ પ્રમાણે ઉપરના બધાય કારણેને લઈ તેના ફળાદેશમાં વિચિત્રતા આવે તે સહજ સમજાય તેવી વાત છે.
ગત ભવમાં બાંધેલા જોરદાર મિથ્યાત્વ, પાપાસક્તિ અને દુરાચારમાં જીવન પૂર્ણ કરનારે માણસ ચાલુ ભવમાં તિય ચ કે સંમૂછિમના અવતારને પામે છે, જ્યાં મનને અભાવ હોવાથી તેમના દ્વારા સેવાતા પાપોમાં તથા પ્રકારની તીવ્રતા ન હોવાના કારણે જ તેઓ પહેલી નરકભૂમિથી આગળ જઈ શકતા નથી. કેમકે કૃષ્ણ લેફ્સાવાળા કરતાં નીલ લેસ્થામાં અને તેના કરતાં કાપત લેશ્યામાં ઉગ્રતા કમશઃ ઓછી હોય છે. તેમ છતાં કરાયેલા કે કરાતા પાપમાં પાપની ભાવના હોવાથી તથા તેમની વિરતિને અભાવ આદિ હોવાથી તેઓ પહેલી નરકભૂમિના જ માલિક બનવા પામે છે.
સરીસૃપ આદિ કીડાઓ પણ બીજાને ડંખે છે પણ તેમના ડંખમાં જેવી જોઈએ તેવી ઘાતકતા હોતી નથી, માટે બીજી નરકભૂમિથી આગળ જઈ શકતા નથી.
પક્ષીઓ હિંસક હોય છે પરંતુ તેમની હિંસકવૃત્તિ પ્રાકૃતિક હોવાથી બીજા છાનું હનનપૂર્વક ભક્ષણ કરવા છતાં પણ ત્રીજી નરકથી આગળ વધી શકતા નથી.
સિંહ-વાઘ પણ પિતાના પેટને માટે બીજા નાના-મોટા પંચેન્દ્રિય અને મારે છે, તેમને ચૂંથે છે અને ટેસ્ટપૂર્વક