________________
૩૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ક્રિયાઓમાં કષાની તથા વિષથેની તીવ્રતા જ મુખ્ય કામ કરતી હોય છે. કષાય ભાવેને ઉદય કે ઉદીણું સૌની એક સમાન હોતી નથી તેવી રીતે ઇન્દ્રિયેના તેફાને પણ એક સમાન હેતા નથી માટે ઘણું જીવેની બાહ્ય ક્રિયા એક સમાન હવા છતાં પણ નવા બંધાતા કર્મોમાં વૈવિધ્ય આવ્યા વિના રહેતું નથી. તે આ પ્રમાણે –
(૧) એક માણસ પાસે તલવાર, ધારીયું તથા બંદુક છે, સામેવાળાને મારવાને ઈરાદો છે, શરીર તથા શસ્ત્રોને ઉપગ કરવામાં સશક્ત છે, તે પણ તેના માનસિક વિચારોમાં જેવી જોઈએ તેવી ઉગ્રતા નથી, ઉશ્કેરાટ નથી તથા સામેવાળાને મારી નાખવે તેવી તીવ્ર ભાવના પણ નથી. આવી સ્થિતિમાં કદાચ શરીર અને શસ્ત્રને ઉપયોગ કરી પણ લેશે તે એ કર્મનું બંધન મંદ રહેવા પામશે.
(૨) બીજા માણસ પાસે શસાદિ નથી, કલમ નથી, પણ પરહત્યા, પરસ્ત્રીગમન, પાપાચરણ, માયાચરણ આદિના માનસિક વિચારોની અયુગ્રતા છે માટે તેમનું કમબંધન તીવ્ર તર રસવાળું, લાંબી મર્યાદાવાળું અને નિકાચિત થવા પામશે.
(૩) એક વ્યક્તિ સામાવાળાને જાણીબુઝીને પિતાના મૂહમાં ફસાવીને મારે છે, જ્યારે બીજી વ્યક્તિ સામાવાળાને મારવા ઈચ્છતી નથી છતાં પણ અજ્ઞાતભાવે સામેવાળો મરી જાય છે. આ બન્નેમાં પહેલી વ્યક્તિનું કર્મબંધ જોરદાર રહેશે અને બીજીનું શિથિલ, જે માફી માગવા માત્રથી પણ તૂટી જાય તેવું રહેશે.
(૪) એક વ્યક્તિ મન-વચન અને કાયાથી શક્ત છે, તેની પાસે શસ્ત્રો પણ સારા છે તથા જાણીબુઝીને ઈરાદાપૂર્વક