________________
શતક ૩૧મું : ઉદ્દેશક-૧
૩૧૯ પરિણામે જ કર્મબંધનમાં વૈચિત્ર્ય લાવનાર છે.
૮૪ લાખ છવાયેનિના અનંતાનંત જીવેની આત્મિક, માનસિક અને બૌદ્ધિક વિચારધારાઓ એક સમાન ન હોવાના કારણે કર્મોના બંધનમાં વૈચિત્ર્ય હોય તે બનવા જોગ છે અને જ્યારે બંધનમાં જ વિચિત્રતા હોય ત્યારે તે કર્મોના ફળો અને ફરીથી બંધાતા કર્મો પણ એક સમાન ક્યાંથી હોય?
તળાવ કે વાવડીમાં પાણી છે, પરંતુ તેને ઘેર ઘેર પહોંચતું કરવામાં નળની આવશ્યકતાને શી રીતે નકારાય? પરંતુ તેમાં યદિ કાટ કે ગંદકીના કારણે ખરાબી હશે તે સ્વચ્છ પાણું પણ ગંદુ, રેગિષ્ટ અને પીનારને હાનિકારક બનવા પામશે. તથા તે યદિ સ્વચ્છ હશે તે પાણી પણ શુદ્ધ, સ્વચ્છ અને સ્વાદુ રહેવા પામશે, તેવી રીતે સંસારમાં રહેલી આઠે કર્મોની વર્ગણના પુદ્ગલે એક સમાન હોવા છતાં યદિ માનવનું મન, વચન અને કાયારૂપી ત્રણે નળ પાપપૂર્ણ હશે તે નવી બંધાતી કર્મોની વર્ગણામાં પણ અશુભત્વને અને તે દિ ધર્મમય હશે તે શુભત્વને પ્રવેશ સુલભ રહેશે અર્થાત્ કર્મોને શુભાશુભ બંધનમાં માનવના મન, વચન અને કાયાના શુભાશુભ પરિણામે જ મુખ્ય કારણભૂત બને છે.
હિંસા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહના માધ્યમથી બંધાતા પાપામાં બીજા બધાય પાપને સમાવેશ થઈ જાય છે. તે સમયે કષાયભાવની તીવ્રતા હય, ઇન્દ્રિયેના તફાનના કારણે આત્મા પરવશ બનેલે હેય. મન, વચન અને કાયામાં વક્રતા, વિસંવાદિતા અને નાપાક ચેષ્ટા હોય, ત્યારે આત્માની એકેય ક્રિયા શુભ રહેવા પામતી નથી, મતલબ કે તેની બધી