________________
૩૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ પુરૂષ અને સ્ત્રી બંને મિથુનકર્મમાં પૂર્ણ મસ્ત બનીને કામક્રીડા કરે છે તે સમયે પુરૂષને મિથુનભાવ એ છે હેય અને સ્ત્રીને વધારે હોય કે સ્ત્રીને એ હોય અને પુરૂષને વધારે હોય તે કહેવું બરાબર નથી. બેથી નવ લાખ જીવોનું હનન કરવાનું પાપ પુરૂષને વધારે લાગતું હોય કે સ્ત્રીના અવાઓ સ્થાનમાં તે જીનું ઉત્પાદન થાય છે પરંતુ તેમને મારક તે પુરૂષ છે તેથી સ્ત્રીને પાપ ઓછું લાગતું હશે ? તેવી કલપના કરવી સર્વથા અજ્ઞાન છે; કેમકે જે ઉત્પાદક હોય તેને પણ જીવહત્યા લાગ્યા વિના રહેતી નથી, અથવા સ્ત્રીને કામની ઉત્પત્તિ આઠગણી વધારે અને પુરૂષને કામ એ છે હોય છે તેથી પુરૂષને પાપ ઓછું લાગે તેવી માન્યતા જ મહા અજ્ઞાનને સૂચિત કરે છે, કેમકે સ્ત્રીના ગંદા સ્થાનમાં ઉત્પન્ન થયેલા જીને મારવાની ક્રિયામાં પુરૂષ અને તેની શક્તિ વિશેષ જ મુખ્ય કારણ બને છે, કારણ કે પુરૂષ ભક્તા છે અને સ્ત્રીમાત્ર ભાગ્યે જ છે. તેમ છતાં પણ કેવળ ભક્તાને જ વધારે પાપ લાગે તેવી કલ્પના પણ અસ્થાને છે. આવી પરિસ્થિતિ હોવા છતાં સ્ત્રી અને પુરૂષને નરકગતિની મર્યાદા જૂદી જૂદી કેમ ? વ્યવહારદષ્ટિને લઈ સ્ત્રીને કામ આઠગણે છે તેમ કહેનારા ભલે કહે પણ સત્યતા શું છે? શું પુરૂષને કામ હેતે નથી? કે પુરૂષ પ્રધાનતાની મિથ્યા કલ્પનાએ પુરૂષને નિર્દોષ અને છે ગુનેગાર સિદ્ધ કરવાને આ પ્રયાસ છે? સ્ત્રીને યદિ કામ આઠગુણે વધારે હોય તે તેને પાપ પણ વધારે લાગવું જોઈએ. તેમ થતાં સ્ત્રીને સાતમી અને પુરૂષને છઠ્ઠી નરક કહેવી જોઈએ. પણ ભગવતી સૂત્ર પુરૂષને જ સાતમી નરક કહે છે અને સ્ત્રીને છઠ્ઠી નરક.
આ બધી વિગતેમાં અસલી તત્વ શું છે તે જાણવાને પ્રયાસ કરીએ.