________________
૩૧૭
શતક ૩૧મું : ઉદ્દેશક–૧ પહેલી નરક જ માન્ય છે. સરીસૃપોને બીજી નરક, પક્ષીઓને ત્રીજી નરક, સિંહોને ચેથી નરક, કાળા નાગને પાંચમી નરક, સ્ત્રીઓને છઠ્ઠી અને મૂછો ઉપર વટ મારનારા પુરૂષ અને માછલાઓને માટે સાતમી નરકના દ્વાર પણ ઉઘાડા છે.
શુદ્ર જ રાશિ પ્રમાણ નારકે એક સમયે ૩-૭-૧૧૧૫ કે સંખ્યાત અસંખ્યાત પ્રમાણમાં નરકે જાય છે.
ક્ષુદ્રદ્વાર પર રાશિપ્રમાણના નારકે ૨-૬-૧૦ કે સંખ્યાત -અસંખ્યાત પ્રમાણમાં નરકે જાય છે.
શુદ્ર કપેજ રાશિ પ્રમાણને નારકે ૧-૫-૯-૧૩ સંખ્યાત અસંખ્યાત રાશિમાં નરકે જાય છે.
ને માટે નરકભૂમિએ નિયત કેમ?
જીવાત્માએ બધાય એક સમાન હોવા છતાં અને પ્રાણ વધમાં નાના કે મેટા પ્રાણીઓ તથા તેમના પ્રાણે એક સમાન હોવા છતાં પણ અમુક જેને માટે અમુક જ નરકની વ્યવસ્થા કરવાનો આશય ક્યો છે? એકેન્દ્રિય કે પંચેન્દ્રિય જીવ મૃત્યુને ઈચ્છતે નથી છતાં પ્રાણહત્યા કરનારે અશુભ આશયથી કરી રહ્યો હોય ત્યારે નરકગતિમાં ફેરફાર કેમ? કાળે નાગ, સિંહ, વાઘ કે દીપડે માનવને મૃત્યુના કારણ બને છે અને મરનારે માનવ ઈચ્છતા નથી કે મને નાગ કરડે કે વાઘ-સિંહ મારૂં ભક્ષણ કરે, તેમ છતાં પણ કાળે નાગ કરડે છે અને માણસ * મરે છે, વાઘ સિંહ માણસનું લેહી માંસ ખાઈ જાય છે અને માણસ મરે છે. બન્ને સ્થિતિમાં વાઘ અને નાગ (સર્પ) મારક છે, તેમ છતાં સિંડાદિને માટે ચેથી નરકભૂમિ નિયત કેમ? અને સર્ષ પાંચમી નરકમાં શા કારણે જાય છે?