________________
શતક ૩મું ઉદ્દેશક-૨
૩૧૧ મહાવીરસ્વામીના ચરણમાં ભાવ-શ્રાવક બનાવીને સંસારને રણમેદાનના ખપ્પરમાંથી બચાવી લેવાને યશ મેળવવા માટે ભાગ્યશાલિની બન્યા.
- ત્રણ દિવસની ભૂખ અને તરસથી ઉત્પન્ન થયેલી અસહ્ય વેદનાના રેષને સદ્વિવેક દ્વારા પિતામાં સમાવી લેનારી, ચંપા નગરીના દધિવાહન રાજાની પુત્રી ચંદનબાળા ગુલામી પ્રથાના પાપે શ્રીમંતેમાં તથા રાજાઓમાં મેલેરીયાના કીટાણુઓની જેમ ફેલાયેલા ગુપ્ત વ્યભિચારને સમાપ્ત કરાવવામાં મૌલિક કારણ બન્યા.
ધન્ના અને શાલીભદ્ર જેવા લક્ષમીને લાડકવાયાએ શ્રીમંતાઈના નશામાંથી મુક્ત થઈને સંયમધમી બન્યા."
ઉદાયી રાજા, પ્રસન્નચંદ્ર રાજા અને અનાથી મુનિ જેવા રાજાએ પોતાના રાજવૈભવને લાત મારીને વૈરાગ્યને પોષનાર મહાવીરસ્વામીના સંયમી વેષને સ્વીકાર કરી કૃતકૃત્ય બન્યા છે.
ચાર બુદ્ધિના સ્વામી, પાંચસે મંત્રીઓના અધિનાયક અભયકુમાર જેવા જૈન શાસનના રક્ષક બન્યા.
ઇત્યાદિ અગણિત વ્યક્તિએ અહિંસા-સંયમ અને તધર્મ સ્વરૂપ જૈન શાસનને સ્વીકારવા માટે ભાગ્યશાળી બની છે.
•••••••••••••••••••••••••••••••••••• શતક ૩૦માન ઉદેશે બીજે સમાપ્ત .