________________
૩૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મિથ્યાત્વને તથા વેષને પણ ત્યાગી દીધું અને દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીના ચરણોમાં સમ્યકત્વી, મહાવ્રતધારી અને દેશવિરતિધારી બન્યા. મતમતાંતરોમાંથી ઘણાય ભાગ્યશાળીઓ જૈન શાસન સ્વીકારીને ધન્ય બન્યા છે.
અક્રિયાવાદી, અજ્ઞાનવાદી તથા વૈનાયિકવાદીના મતને માનીને માંસાહાર, શરાબપાન તથા પરસ્ત્રીગમનમાં મસ્ત બનેલા ઘણા રાજાઓ, રાજપુત્ર, રાજરાણીઓ, તેમની પુત્રીઓ, શ્રીમંતે, શેઠાણીઓ અને તેમના પુત્ર-પુત્રીઓએ સંસારને ત્યાગ કર્યો અને મહાવીર પ્રભુના અન્તવાસી બન્યા.
ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ઘણા રાજાઓએ તથા તેમના પરિ વાએ માંસાહારાદિને ત્યાગ કર્યો અને શુદ્ધ વ્રતધારી બન્યા.
યજ્ઞોના કુંડે ઠંડા પડ્યાં, ગુલામી પ્રથાના માધ્યમથી વ્યભિચાર, દુરાચાર તથા કુકર્મોને અંત આવ્યો.
ગલી ગલીના વાયુદ્ધો અને મહાધીશની કંડાર્ડડી સમાપ્ત થઈ
પંડિત તથા મહાપંડિતેનું જોર સર્વથા કમજોર પડયું.
શ્રીમંતનું વિલાસી જીવન વૈરાગ્યમાં પરિણમ્યું. તેમની પત્નીઓ તથા પુત્રીઓએ કામદેવની નિશાળનો ત્યાગ કર્યો અને ચંદનબાળાની અન્તવાસિનીઓ બનીને જીવનને કૃતાર્થ કર્યું.
જાતિમદ અને કુળમદના મદાંધે તારજ મુનિ તથા હરિ કેશી મુનિના ચરણે પાસક બન્યા અને મદાંધતા શિથિલ બની. | સર્વસ્વ ત્યાગને અપનાવેલી મૃગાવતી રાણીએ, કામદેવના નશામાં આંધળા બનેલા માલવાધિપતિ ચંડપ્રદ્યોત રાજાને