________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૨
૩૦૯ ઉપાદાનને માન્યા વિના કેઈ પણ પદાર્થમાં ઉત્પાદ અને વ્યય ઘટી શકવાના નથી. આંખથી દેખાતા પ્રત્યેક પદાર્થમાં ઉપાદાનને માનવું સર્વથા અનિવાર્ય છે, જેમકે માનવ શરીરમાં આત્મા એ ઉપાદાન છે, ઘટાદમાં માટી ઉપાદાન છે, વનસ્પતિ આદિ કીડાઓમાં તે તે જ ઉપાદાન છે. સંસાર સંચાલનના આ મૌલિક તત્વને જ યદિ માનવામાં ન આવે અથવા તેને એકાંત ધ્રૌવ્ય અને ક્ષણિક માનવામાં આવે તે આંખે દેખાતે અને આપણે જેને અનુભવ પ્રતિસમય કરી રહ્યાં છીએ તે સંસાર કે દયનીય બનવા પામશે? માટે જે રીતે સંસાર દેખાય છે અને અનુભવાય છે તેમાં પ્રોવ્ય–ઉત્પાદ અને વ્યયને માન્યા વિના બીજે ક્યો માર્ગ?
મેક્ષ મેળવનારા જીવને સિદ્ધ પર્યાયને ઉત્પાદ અને મનુષ્ય પર્યાયને વ્યય તથા બન્નેમાં જીવની ધ્રુવતા માનવી જ રહી, માટે કેવળ ઉત્પાદ કે વ્યય જ નથી પણ તેમાં અન્વય તરીકે ધ્રૌવ્ય પણ સિદ્ધ છે અને આ ત્રણેને સમાહિ તત્ત્વસહચારિત્વ પણ સમજી લેવું છે.
માટે જ આત્મા એકાંતે નિત્ય નથી, અનિત્ય નથી, પણ નિત્યાનિત્ય છે.
દ્રવ્ય પિતે સ્વઅપેક્ષાએ સત છે અને પર અપેક્ષાએ અસત્ છે.
ચેતન હેવાના કારણે આત્મા જડ શરીરથી ભિન્ન છે અને કર્મોપાધિના કારણે અભિન્ન હોવાથી આત્મામાં ભિન્નભિન્નત્વ પણ છે.
ઉપર પ્રમાણેની વક્તવ્યતાના કારણે સમવસરણમાં બેઠેલા ઘણા માનએ ધર્મની યથાર્થતા સમજીને પિતાની જાતને,