________________
३०८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સ્વતઃ રહેલા જ છે માટે સમવાય સંબંધથી પદાર્થમાં સામાન્ય અને વિશેષની કલ્પના કરવી સર્વથા નિરર્થક અને નિષ્ફળ છે. સ્વતઃ સિદ્ધ વસ્તુમાં તર્ક લગાડવાને અર્થ એટલો જ છે કે જાણું બુઝીને સંસારના કાવાદાવામાં ફસાઈને જીવન બરબાદ કરવાનું છે. ઘટમાં ઘટવ આ સામાન્ય સ્વતઃ સિદ્ધ હોઈને બિચારા-દયાપાત્ર તે સમવાયને વચ્ચે ઘસડીને લાવવાથી ક્યો ફાયદો છે? તે પ્રમાણે માટીને ઘડે આ વિશેષ છે. મનુષ્યત્વ આ સામાન્ય છે અને ક્ષત્રિય તે વિશેષ છે. ખમીસમાં વસ્ત્રાવ સામાન્ય છે અને લાલ ખમીસ વિશેષ છે. કંદરામાં સુવર્ણવ સામાન્ય છે અને આકારવિશેષ છે ઈત્યાદિ તૃણથી લઈને ઈન્દ્ર મહારાજ સુધીના બધાય પદાર્થોમાં સામાન્ય વિશેષ રહેલા જ છે. ઘડે તૂટ્યો અને ઠીકરા થયા તેમાં પણ માટીતત્વ સામાન્ય છે અને ઠીકરા વિશેષ છે.
આ પ્રમાણે પદાર્થ માત્રમાં સ્વભાવાનુસાર નરકાદિ ગતિએના ભેદ અને સંસાર મેક્ષના ભેદ પણ સ્વતઃ સિદ્ધ છે. હિંસા આરંભ બહુ પરિગ્રહ આદિ નરકાદિ ગતિએનું કારણ છે અને સમ્યકત્વાદિ મોક્ષનું કારણ છે. મનુષ્ય ગતિમાં રહેલે માનવ દુર્બુદ્ધિ વશ હિંસાદિ કાર્યોમાં જીવન પૂર્ણ કરશે તે ચાલુ પર્યાયને ત્યાગ કરીને નરક તરફ પ્રસ્થાન કરવાનું ભાગ્યમાં રહેશે અને સમ્યકત્વાદિની આરાધના કરશે તે સિદ્ધશિલા તરફ પ્રસ્થાન કરવાનું રહેશે.
આ બધી વાતે તૃણથી લઈ ઈન્દ્રપદ સુધીના પદાર્થોમાં ઉત્પાદ-વ્યય અને પ્રોગ્ય આ ત્રણેને માનવાથી જ સિદ્ધ થશે, કેમકે-ઉત્પાદાદરહિત વસ્તુને માનવાથી વસ્તુને અભાવ જ સિદ્ધ રહેશે અને તેમ થતાં ગતિઓના ભેદ અને તેના કારણે જે તમારા શાસ્ત્રોમાં વર્ણવેલા છે તે નિરર્થક સાબીત થશે.