________________
શાક ૩૦મું : ઉદ્દેશક-૨
૩૭ આપશે તે આંતર જીવનમાં સમ્યગુજ્ઞાન યથાર્થ જ્ઞાન અને સ્વપરપ્રકાશ જ્ઞાનને ભવ્ય પ્રકાશ મેળવવાની તક ઉભી થશે. અનાદિકાળથી મિથ્યાજ્ઞાન, અયથાર્થ જ્ઞાન અને સ્વપર નાશક જ્ઞાન તે મેળવતા જ આવ્યા છીએ, પરંતુ તે જ્ઞાન કુસિત જ્ઞાન હોવાથી કેઈને પણ અને ખાસ કરી સમ્યદષ્ટાઓને કોઈ કાળે પણ માન્ય બનતું નથી માટે તમે યાદ્વાદને સમજે, અપેક્ષા વાદને સમજે અને સંસારના પ્રત્યેક પદાર્થમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયેની વિદ્યમાનતાને સમજે. જેથી તમારે ભાષાવ્યવહાર પણ સુંદર બનશે અને સંસારને અમૃત મળશે. દેવાધિદેવનું છેલ્લું ઉદ્દબેધન !
આંખેથી દેખાતા કે ન દેખાતા પદાર્થો પર્યાયાત્મક હોવાના કારણે એક સમાન રહેતા નથી, માટે તેમાં ક્ષણે ક્ષણે અન્યત્વભિન્નત્વ થયા કરે છે. (અન્યત્વને અર્થે સર્વથા નાશ નહીં પરંતુ રૂપાન્તર સમજવું) કેમકે ચિતિ (વૃદ્ધિ) અપિચિતિ ( હાસ) અથવા ઉત્પાદ અને વ્યય બન્નેને હમેશાં સદ્ભાવ રહેવાથી તે પદાર્થોમાં આકૃતિ એટલે આકાર વિશેષ રૂ૫ વ્યક્તિ અને જાતિ એટલે સામાન્ય નામના બને ધર્મોને સદૈવ ત્યાં વાસ રહે છે એટલે કે જે સમયે ઉત્પાદ થાય છે ત્યારે તે પદાર્થમાં સામાન્યત્વ અને વિશેષત્વની સ્થિતિ હોય છે, તે પ્રમાણે વ્યયમાં સમજવું; જેમકે સફેદ ટોપીને લાલ કરી એટલે સફેદ પયયને વ્યય અને લાલ પર્યાયને ઉત્પાદ થયે અને વસ્ત્રની ધ્રુવતા કાયમ રહી, છતાં પણ નામ-જાતિ આદિના વિશેષણ લગાડ્યા વિના જે શબ્દ વ્યવહાર કરાય છે તે સામાન્ય છે, અને અમુક નામ, અમુક જાતિ, અમુક આકાર, આદિ વિશેષણપૂર્વક જે ભાષા વ્યવહાર થાય છે તે વિશેષ કહેવાય છે. સારાંશ કે પદાર્થ માત્રમાં તે બન્ને ધર્મો દૂધ અને સાકરની જેમ