________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૨
૩૦૫ એક જ છે. તેવી રીતે ઘવ્ય દ્રવ્યમાં ઉત્પાદ થાય અને વ્યય ન થાય, અથવા વ્યય હેતુ છે તે ઉત્પાદ ફળ છે, કારણ મળતાં કાર્ય (ફળ) થયા વિના રહેતું નથી.
હેતુથી ફળ અથવા સતથી તેની અવસ્થાએ સર્વથા ભિન્ન છે? કે અભિન્ન છે? આ તર્ક જાળમાં ફસાવીને તમે વાત કરવા માંગતા હે તે તમારી સામે અનેક દેશે આવશે જેમાંથી તમારે છુટકારો થવે સરળ નથી. જેમકે હેતુથી ફળ સર્વથા ભિન્ન માનવામાં કણ કેનું કારણ બનશે? કેમકે હેતુ અને ફળ તમે ભિન્ન માની રહ્યા છે! તેવી અવસ્થામાં ઉત્પાદ વ્યયનું કારણ બનશે કે વ્યય ઉત્પાદનું કારણ બનશે? તમારી પાસે એ કેય જવાબ નથી. કદાચ તે બન્નેને અભિન્ન માનવા ગયા તે તે બન્ને એક જ સિદ્ધ થશે અર્થાત્ જે હેતુ છે તે જ ફળ છે અને જે ફળ છે તે જ હેતુ છે. આ સિવાય બીજા દૂષણોથી પણ છુટવું મુશ્કેલ છે. તથા દેવત્વાદિથી મનુષ્યત્વાદિમાં પણ વધે આવશે અને તેમ થતાં શાસ્ત્રોમાં બતાવેલા યમ. નિયમ, તપ, પ્રાણાયામ આદિ સત્કાર્યોથી કયું ફળ મળશે ? તેવી રીતે તમારા મત પ્રમાણે સમ્યગ્દષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યગ્વાગૂ આદિ તમારા બૌદ્ધ શાસનના સૂત્રે પણ નિરર્થક રહેશે અથવા વાણી વિલાસ પૂરતા જ સાબિત થશે; માટે એકાંત ધ્રૌવ્યમાં જે દૂષણે હતાં તે જ એકાન્ત અધ્રૌવ્યમાં આવ્યા વિના રહેવાના નથી.
તેથી સત્ માત્ર ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત જ માનવું વધારે સત્ય છે અને સંસારમાં આ બધાય પ્રત્યક્ષ અનુભવાય છે. જેમકે પાપકમી આત્મા નરકમાં ગયે અને આમામાં ધ્રૌવ્યત્વ હોવાથી મનુષ્ય અવતારમાં કરેલા પાપ નરકમાં તે જ આત્મા ભેગવી શકશે અને પ્રૌવ્ય છે તે ઉત્પાદ અને વ્યય