________________
३०४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સદુભાવ અથવા અભાવની સ્થિતિ ઉભી થશે. કેમકે જેમ સત્ની ઉત્પતિમાં નિર્દેતતા છે તેમ અસતની ઉત્પતિમાં પણ નિર્દેતુક્તા સમાન જ છે. ( આ પ્રમાણે ધ્રૌવ્ય દ્રવ્યના અભાવમાં ઉત્પાદ અને વ્યય નિહેતુક માનતાં સંસારને બધેય વ્યવહાર લુપ્ત થવાને પ્રસંગ આવશે અને જે સૂત્રેથી, તકે અને અનુમાનેથી સંસારને કેવળ લડાઈ-ઝઘડા–વૈર-વિરોધની બક્ષીસ મળશે તે આગમશાસ્ત્રોની શાંતિ-સમાધિ આદિની વ્યાખ્યાઓને અર્થ છે?
ઉપરની દલીલથી તમે ઉત્પાદ અને વ્યયને સહેતુક માનવા જશે તે એટલે કે ધ્રૌવ્યની વિદ્યમાનતામાં ઉત્પાદ અને વ્યય પણ સુસંગત છે તે તમારા હાથે જ તમારે એકાંત અધ્રૌવ્ય (ક્ષણિકવાદ) સિદ્ધાંત મૃત્યુને પામ્યા વિના રહેવાને નથી. કેમકે એક પછી એક બીજા ભાવની ઉત્પતિ માનતાં તે બંને પર્યાયે અર્થાત્ ઉત્પાદ અને વ્યયમાં અન્વયી અર્થાત્ બંનેનું અનુસંધાન કરનાર આત્માને પણ ધ્રૌવ્ય માન્યા વિના છૂટકે નથી; કેમકે અન્વયી આત્મા જ પિતાના એક પર્યાયને મૂકે છે અને બીજો પર્યાય સ્વીકાર કરે છે. આનાથી ઉત્પાદ અને વ્યયની એક સાથે જ સિદ્ધિ થાય છે, એટલે કે જે સમયે ઉત્પાદ થાય છે તે જ સમયે બીજા પર્યાયને ઉત્પાદ થાય છે, જેમકે ત્રાજવાની દાંડી જે તરફ ઊંચી જશે તે જ સમયે બીજી તરફથી દાંડી નીચી થશે અને જે સમયે એક બાજુની દાંડી નીચી થશે તે જ સમયે બીજી તરફની દાંડી ઊંચી થશે. દાંડી એક બાજુથી ઊંચી થાય બીજી તરફ નીચી ન થાય તેવું કઈ કાળે બનવાનું નથી, માટે આ બંનેને સમય