________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૨
૩૦૩ આત્માને માનવા જતાં સંસારના બધાય વ્યવહારેમાં ગડબડ થયા વિના રહેવાની નથી અને ગડબડ કઈ કાળે ગમે તેવા મૂછ પર લીબું રાખનારાઓના મરવાથી પણ થઈ નથી તથા સંસારના દશ્યમાન પદાર્થો સર્વથા અદશ્ય થઈ ગયા હોય તેવું કેઈએ અનુભવ્યું નથી અને અનંતકાળ સુધી આ અનુભવ કેઈને પણ થવાને નથી, માટે સંસારને પ્રત્યક્ષ જોયા પછી તાર્કિક બન્યા હોઈએ તે આપણું અને સંસારનું ભલું થવામાં વાર લાગતી નથી. પરંતુ ભારત દેશની મોટામાં મોટી કમજોરી અને કરૂણતા છે કે આ દેશના ગરીબ, અનપઢે, શુદ્રોનું સંગઠ્ઠન સધાય છે પણ પંડિત, મહાપંડિત, યેગી, મહાયોગી, શ્રીમંત અને સત્તાધારીઓનું એકીકરણ લગભગ અસંભવિત રહ્યું છે. અને આમ થવામાં વિપરીતજ્ઞાન, મિથ્યાજ્ઞાન, મિથ્યાપ્રતિષ્ઠા, જાતિમદ, કુલમદ, જ્ઞાનમઃ, ઐશ્વર્યમદ, બળમદ અને તમિદ જ મુખ્ય કારણરૂપે બન્યા છે.
આત્મા આદિ પદાર્થોને એકાંતે અધ્રૌવ્ય માનવાથી ઉત્પાદ અને વ્યય કોના થશે ? એટલે કે દ્રવ્ય વિનાના તે બન્ને ક્યા આધારે થશે? કારણ કે હેતુ વિના કોઈને પણ ઉત્પાદ થત નથી તેમ વ્યય પણ થતું નથી અને સંસારમાં વ્યય અને ઉત્પાદ તે થાય જ છે. ત્યારે ક્ષણિકવાદમાં જ્યારે દ્રવ્ય પોતે જ ક્ષણ વિનશ્વર હોય ત્યારે ઉત્પાદ અને વ્યય કેવી રીતે થશે? કેમકે દ્રવ્ય વિના ઉત્પાદ અને વ્યય છે જ નહીં. સારાંશ કે દ્રવ્ય વિના ઉત્પાદ અને વ્યય સ્વીકારતાં આત્માની એક અવસ્થામાંથી બીજી અવસ્થા નિહેતુક માનવી પડશે અથવા તે અવસ્થાએ નિર્દેતુક સિદ્ધ થશે. પરિણામે હેતુ વિના જ ઉત્પાદ અને વ્યય યદિ માનવા ગયા તો સને અભાવ અને અસત્ની પણ ઉત્પત્તિ થવાને પ્રસંગ આવશે અથવા આત્માની હંમેશા