________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૨
૨૯૯ જે જે આકાર લેશે ત્યારે ઘડાના બદલામાં ઠીકરી, ખમીસના બદલે રૂમાલ, કઠીના બદલે કંદોરે, અને મનુષ્યના બદલે દેવ કહેવાશે. આ પ્રમાણે હજારો પર્યામાં દ્રવ્ય ફરતું રહેશે તે પણ તેની ધ્રુવતાને વાંધો આવવાને નથી અને પર્યાય સ્થિર નથી, તે કારણે ઉત્પાદ અને વ્યયયુક્ત ધ્રૌવ્યનો સિદ્ધાંત જ સંસારવતી પદાર્થ માત્રને યથાર્થ નિર્ણય કરાવવા માટે પૂર્ણ સમર્થ છે, કેમકે આ કેઈ ધ્રૌવ્ય પદાર્થ છે જ નહીં જેને ઉત્પાદ અને વ્યય થયે ન હોય, તે ન હેય. જેમકે તમને માન્ય અવતારી પુરૂષ પહેલા રામાવતારને પામ્યા અને રામ” તરીકે પોતાનું કાર્ય પતાવીને ફરીથી જ્યારે સંસારને અવતારીની જરૂરત પડી ત્યારે રામે પોતે જ કૃષ્ણાવતાર ધારણ કર્યો. આ પ્રમાણે કુર્માવતાર, શેષાવતાર, મલ્યાવતાર આદિમાં જન્મ લેવા છતાં પણ અવતારીને આત્મા તમારા મત પ્રમાણે એક જ છે. સારાંશ કે અવતારીને આત્માની ધ્રુવતા કાયમ રહી અને સમયે પર્યાયે (અવતારે) બદલાતા ગયા. આ બધીય વસ્તુ શાસ્ત્રમાન્ય તથા પ્રત્યક્ષગમ્ય હોવા છતાં કઈ પણ પદાર્થ કૂટસ્થ નિત્ય શી રીતે માની શકાય ? અને તમારા ન્યાયસૂત્રમાં તેની પરિભાષા પ્રતિનિયતવાવાળ્યુતિ પર્વ કૌટા આ પ્રમાણે કરવામાં આવી છે. એટલે કે પ્રતિનિયત અર્થાત નિર્ણત કરેલા સ્વરૂપનું સર્વથા એટલે તેમાં કોઈપણ જાતને ફેરફાર થયા વિના કાયમ રહેવું તે કૌટશ્ય કહેવાય છે. પરંતુ સંસારના વ્યવહારને જોયા પછી આવું કૌટટ્ય કઈ પણ પદાર્થમાં હોઈ શકે જ નહીં માટે દ્રવ્યમાત્રનું શુદ્ધ લક્ષણ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય છે.
આત્માને એકાંત ધ્રૌવ્ય માનવાથી તે આત્માને સ્વભાવ પણ નિર્ણત કરેલા સ્વરૂપથી ફેરફાર ન થવાના કારણે