________________
૨૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
કે સિદ્ધશિલાના પરમાત્મા પણ પોતપોતાના ગુણ પર્યાય વિનાના જૈન આગમને માન્ય નથી. આકાશને પણ. જીવ તથા પુદ્ગલને અવકાશ દેવાના ગુણ છે અને ઘટાકાશ, પટાકાશ પર્યાય છે, યાવત્ કાળદ્રવ્યને ભૂત, ભવિષ્ય અને વર્તમાનના વિશેષણેા લગાડ્યા વિના છૂટકો નથી. ઉદાહરણરૂપે જેમ કોઇએ કહ્યું કે, ઘડો છે, કંઠી છે, ખમીસ છે, મકાન છે અને મનુષ્ય આદિ છે. આવા શબ્દોના પ્રયાગમાં આપણું પૂર્વાંગ્રહ વિનાનું શુદ્ધ જ્ઞાન સમજણ આપે છે કે માટી, સુવણુ, તાંબુ, પીત્તળ આદિ દ્રવ્યનુ બનેલુ' અને પાણી આદિ ભરવા માટે કામે આવે તેવા આકાર વિશેષને ઘડી કહેવાય છે. માટીના ઘડામાં માટી દ્રવ્ય સાક્ષાત્ છે કેમકે, કોઈપણ જાતના આકારને પામ્યા વિનાની માટીમાં પાણી ભરાતું નથી અને પીવાતું નથી, જ્યારે તે માટી કુંભારના હાથમાં આવે છે ત્યારે માટીને પ્રયાગ વિશેષથી ઘડાના આકારમાં લાવે છે, જે પાણી ભરવા અને પીવા માટે સૌને એટલે વાદીએને, પ્રતિવાદીઓને, ક્ષણુિંકવાદી તથા નિત્યવાદીએ ઉપરાંત ‘ જગન્મિથ્યા ’ માનનારાઓને પણ કામે આવે છે. આ પ્રમાણે માટી દ્રવ્ય, ઘડાના આકારને પામીને ‘ ઘડા ’ શબ્દ વ્યવહત થાય છે. અર્થાત્ પ્રત્યેક પદાર્થોમાં દ્રવ્ય અને પર્યાંય આ બન્ને રહેલા ડાવાથી તે તે ભાષામાં ઉતારતી વખતે પણ ઘડા નિત્ય છે અને અનિત્ય પણ છે. નિત્ય એટલા માટે કે પર્યાયેા બદલવા છતાં માટી આદિ દ્રવ્યા નાશ પામતા નથી અને અનિત્ય એટલા માટે કે ઘડા ( માટી દ્રવ્યના આકાર વિશેષ ) કાયમ રહેવાને નથી. સ્યાદ્વાદની ભાષામાં દ્રવ્યાસ્તિક નયે ઘડો નિત્ય છે અને પર્યાયાસ્તિક નયે ઘડો અનિત્ય છે. આ પ્રમાણે બીજા પણુ આકાર જેમકે સુવણ ના કડી આકાર, રૂતુ' ખમીસ આકાર, પત્થર ચૂનાના મકાન આકાર, જીવાત્માનેા મનુષ્ય આકાર બદલાઇને ભવિષ્યમાં