________________
શતક ૩૦મુંઃ ઉદ્દેશક-૨
૨૯૭ પટાકાશરૂપે ઉત્પાદ અને વ્યય નકારી શકાતું નથી. તેવી રીતે એક દેવ પિતાના ચાલ દેવકને છોડી મનુષ્યાવતારમાં આવ્યા અને ફરી પાછો તે જ જીવ મનુષ્યાવતારને છેડી નારક બન્યા. ઈત્યાદિ નૂતન ભવગ્રહણમાં ઉત્પાદ અને પહેલાના ભવને ત્યાગ કરવામાં વ્યય (વિનાશ) આ પ્રમાણે આ ત્રણે અને પરંપરાએ અનંત ભવેના ઉત્પાદ અને વિનાશમાં આત્માની ધ્રુવતા સર્વથા પ્રત્યક્ષ દેખાઈ રહી છે. જીવને થતાં અનુભવજ્ઞાન અને સ્મરણ જ્ઞાન જ તેની સાક્ષી આપે છે, કે આ જીવાત્મા આ ભવ પહેલાના તે તે ભામાં રહી આવ્યું છે. આ પ્રમાણે દેવત્વાદિ ભવના પર્યાને છેડતે તથા મનુષ્યત્વાદિ ભવેના પર્યાને સ્વીકારતે આત્મા પહેલાના પર્યાયેના વ્યયમાં અને પછીના પર્યાના ઉત્પાદમાં બન્ને અવસરે દ્રવ્યરૂપે સ્થિર (ધ્રૌવ્યો છે. જેમ સુવર્ણની કંઠીને ગળાવીને કંદરે બનાવ્યો એટલે કંઠીને વ્યય અને કંદરાના ઉત્પાદમાં સુવર્ણત્વ પિતાના મૂળ દ્રવ્યમાં રંગથી અને વજનથી પણ કાયમ છે. આ પ્રમાણે બધાય દ્રવ્યમાં ધ્રૌવ્ય, ઉત્પાદ અને વ્યયનું પ્રત્યક્ષીકરણ આબાલ ગોપાલને એક સમાન જ છે, માટે આત્મા આદિ પદાર્થોમાં ધ્રૌવ્ય અવસ્થાની જેમ ઉત્પાદ અને વ્યય અવસ્થા સ્વીકારવી જ જોઈએ; કેમકે આત્મામાં ધ્રૌવ્ય સ્વીકારવામાં આવે તે જ ઉત્પાદ તથા વ્યય સુસંગત રહેશે અને પ્રતિક્ષણે થતાં ઉત્પાદ અને વ્યયરૂપી કાર્યોથી જ આત્મા આદિ પદાર્થોની ધ્રુવતા સ્વીકાર્ય બનશે. અન્યથા પ્રૌવ્ય વિનાના ઉત્પાદ અને વ્યય ગધેડાના સિંગની જેમ સાબીત થશે.
ગુણપર્યાય વિનાનું દ્રવ્ય કોઈ કાળે હેતું નથી તેમજ સંસારના વ્યવહારને માટે તે સર્વથા અકિંચિતકર હોવાથી વ્યવહારની ભાષા માટે ઉપયુક્ત બની શકે તેમ નથી, સંસારી