________________
૨૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરિપર્ષદાને સંબોધીને કહ્યું કે હે પંડિતે! તમે તમારા કપિત અને મન ઘડંત સિદ્ધાંતના જોરે કષાયકલેશિત થઈને જેટલા પ્રમાણમાં કદરૂપા થયા છે તેના કરતાં માનવ સમાજને વધારે કદરૂપી અને મલીન બનાવવામાં તથા આખાય ભારત દેશને મન કલ્પિત સિદ્ધાંતના તાંડવ નૃત્યમાં ફસાવવામાં દેશને દ્રોહ જ કર્યો છે, માટે તમે તમારા હૈયાને ઉપયોગ કરે અને પદાર્થમાં રહેલા અસલી તત્ત્વને સમજે. જૈન શાસનની દષ્ટિએ દ્રવ્યની વક્તવ્યતા?
ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવાસ્તિકાય આ છ દ્રવ્યથી વ્યાપ્ત સંસાર છે. તેમાંથી જીવ ચેતન છે અને શેષ પાંચે દ્રવ્યે જડ છે, તેમજ પુદ્ગલને છેડી બાકી બધા અરૂપી છે. આ છએ દ્રવ્યો પિતપતાના સ્વભાવમાં સર્વથા નિયત છે અર્થાત નિત્ય અને અવસ્થિત છે. આની ચર્ચા પહેલા ભાગમાં કરાઈ ગઈ છે. અહીં તે કેવળ જવાસ્તિકાય અને પગલાસ્તિકાયની જ વાતે કરવાની છે, કેમકે જીવ અને પુદ્ગલને સંબંધ અનાદિકાળને છે. જે કેવળજ્ઞાન થયા પછી સિદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં છૂટી શકશે. આ દ્રવ્યને “સત” કહેવાય છે. માટે જાણવાનું જરૂરી છે કે તે “સત્ ” એટલે દ્રવ્યનું લક્ષણ શું છે? કારણ કે જેનું લક્ષણ લક્ષ્ય સાથે સંગત ન હોય તે તેનું લક્ષણ કેઈ કાળે બનતું નથી અને યથાર્થ લક્ષણ વિના સની સિદ્ધિ થતી નથી.
જૈન શાસનમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય (સ્થિરતા) આ ત્રણે દ્રવ્ય માત્રનું લક્ષણ છે અર્થાત્ તૃણથી લઈ આત્મા, આકાશ કે સિદ્ધશિલામાં બિરાજમાન પરમાત્માઓમાં પણ આ ત્રણે લક્ષણે વિદ્યમાન છે. અદશ્યમાન આકાશને પણ ઘટાકાશ,