________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૨
૨૯૫ એકાંત નિત્યમાં રહેલા દુષણે
આત્મામાં સર્વથા એટલે કોઈનાથી, ક્યારેય પણ રતિ માત્ર ફેરફાર ન થાય તેવી રીતે નિત્ય માનવામાં આવે “અપ્રશ્યતાનરપશુ દવ નિત્ય” આ ન્યાયસૂત્રથી તમારા સિદ્ધાંત પ્રમાણે આત્મામાં કોઈ પણ જાતને રૂપાંતર બની શકે તેમ નથી. પરંતુ આવા પ્રકારનો એકાંતે નિત્ય પદાર્થ સંસારમાં કોઈએ જે નથી, જેવા નથી અને હજાર પ્રયત્ન કર્યા પછી પણ જેવાશે નહીં. તેવી રીતે એકેય પદાર્થ સર્વથા અનિત્ય પણ નથી, કેમકે આંખેથી દેખાયેલા પદાર્થને નાશ કે અદશ્ય થયા પછી બીજરૂપે કે તે રૂપે પણ ન દેખાય તે અનિત્ય છે. પરન્તુ આવું કેઇ દિવસે બન્યું નથી અને ૩૩ કરોડ દેવ દેવીઓના પરિશ્રમથી પણ બનવાનું નથી. આ
આવી પરિસ્થિતિમાં કઈપણ દ્રવ્યને યથાર્થ નિર્ણય કરવું હોય ત્યારે તેમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયની બે દષ્ટિઓને ઉપયોગ કરે તે જ સમ્યગજ્ઞાન છે, જે સંસાર ભરના બધાય કર્મકલેશેને ઉપશમિત કરવા માટે પૂર્ણ સમર્થ છે. દ્રવ્યમાત્રમાં આ બંને દષ્ટિએ વિદ્યમાન હોવા છતાં કેવળ અધુરા કે ભ્રમિત જ્ઞાનના કારણે પદાર્થને એક જ દષ્ટિથી જોવામાં પરસ્પરના વિરોધે કેઇકાળે મટવાના નથી, જેના કડવા ફળ માનવ સમાજ જોગવી રહ્યો છે. એકાંત નિત્યવાદીઓના કટ્ટર દુમને અનિત્યવાદી છે અને એકાંતે અનિત્ય માનવાવાળા વાદીઓના હાડવેરી નિત્યવાદી છે. જ્યારે પદાર્થમાત્ર એકાંતે નિત્ય પણું નથી અને અનિત્ય પણ નથી.
કેવળજ્ઞાનના સ્વામી ભગવાન મહાવીરસ્વામી સમવસરણમાં બિરાજમાન થઈને ચારે બાજુ બેઠેલી અન્ય મતાવલંબીઓની