________________
૨૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ છેડીને જે જીવ છે તે નિયમા જડ વિનાને નથી એટલે કે જડથી મિશ્રિત છે, માટે સંસારને, જીને, તેના કર્મોને તથા કર્મોના જૂદા જૂદા ફળાદેશેને જોયા પછી જ યદિ તત્વને નિર્ણય કરવામાં આવે તે તે નિર્ણય સત્ય સ્વરૂપવાળે હેવાથી પરસ્પર વેરઝેર-કુલેશ કે વિરોધ જે મિથ્યાજ્ઞાનના ફળે છે તેને અવકાશ રહેતું નથી.
તે જડ અને ચેતન ચાહે દશ્યમાન હોય કે ન હોય તે પણ તેમને ગુણ છે અને પય પણ છે. મતલબ કે કોઈ પણ દ્રવ્ય, ગુણ કે પર્યાય વિનાને નથી. તેમ એકાંત નિત્ય નથી, અનિત્ય નથી પણ નિયાનિત્ય છે. હવે જ્યારે આત્મામાં રહેલા નિત્યત્વ કે અનિત્યત્વનો નિર્ણય કરવાનું હોય છે ત્યારે એકાંતબુદ્ધિથી નિર્ણય કરવામાં કેટલું જોખમ રહેલું છે, તે વાતે વાતે થતાં લડાઈ-ઝઘડાઓથી જ સ્પષ્ટ થાય છે. માટે સ્યાદ્વાદઅનેકાંત અને અપેક્ષા બુદ્ધિથી યાદિ નિર્ણયમાન તત્વને જોઈએ તે પ્રત્યેક દ્રવ્યમાં ગુણ અને પર્યાય સર્વથા સાફ સાફ દેખાઈ રહ્યાં છે, તેથી પર્યાય તરફ આંખમિંચામણ કરવાથી કેવળ દ્રવ્ય તત્ત્વને નિર્ણય પણ અધુરે રહેવા પામશે; કેમકે જે દ્રવ્યને નિર્ણય કરવાનું છે તે પર્યાય વિનાને છે જ નહીં તેથી આત્મા નિત્ય છે પણ તે એકાંતે નિત્ય નથી. તેવી રીતે પર્યાયે તરફ દષ્ટિ કરીએ તે આત્મા અનિત્ય છે કારણ કે પર્યાયે અસ્થાયી છે. તેમ છતાં પણ તે એકાંતે અનિત્ય નથી, માટે પર્યાયાસ્તિક નયના અનુસાર આત્માને અનિત્ય કહેવામાં તથા દ્રવ્યાસ્તિકને નિત્ય કહેવામાં વાંધો નથી એટલે કે આ બંને ધર્મો ત્યાં વિદ્યમાન જ છે.