________________
શતક ૩૦મું : ઉદેશક-૨
૨૯૩ યદ્યપિ સંસારમાં દશ્યમાન અને અદશ્યમાન બને પદાર્થો વિદ્યમાન છે. અદશ્યમાન પદાર્થ ભલે આપણી ચર્મચક્ષુએ જેવામાં ન આવે તે પણ તેને કાર્યો તે પ્રત્યક્ષ દેખાઈ રહ્યાં છે; માટે પૂર્વગ્રહને વચ્ચે લાવ્યા વિના તે પદાર્થોને યથાર્થ નિર્ણય કરવામાં જ મનુષ્ય અવતારની સફળતા છે. તમામ ધર્મશાસ્ત્રોએ માનવાવતારને દેવદુર્લભ કહ્યો છે, કારણ કે દેવ અવતાર કેવળ ભેગી જ હોય છે, યેગી નથી હોતા, માટે ભેગાસક્ત દેવે કરતાં પણ માનવઅવતાર દુર્લભતમ છે. - મનુષ્ય બુદ્ધિશાળી છે અને બુદ્ધિ ઉભયગ્રાહિણી હેવાથી મિથ્યાત્વને તથા સભ્યતત્ત્વને પણ ગ્રહણ કરવા સમર્થ બને છે. આંખ બંધ કરીને હું વિચારવામાં આવે તે મિથ્યાત્વના ગ્રહણ કરતાં પણ સભ્યતત્ત્વનું ગ્રહણ આત્માને વધારે લાભદાયી છે અને તે પણ પિતતાના શાસ્ત્રોના આધારે નિર્ણય કરવા કરતાં પિતાની સમ્યગુબુદ્ધિના આધારે કરવામાં આવે તે કંઇપણ નુકશાન નથી; કેમકે સંસારના દશ્યમાન અને અદશ્યમાન દ્રવ્યના કાર્યો માનવ માત્રને પ્રત્યક્ષ અનુભૂય માન છે. આત્મા પોતે ભલે અદશ્યમાન રહ્યો અને આપણી છદ્મઅવસ્થા દરમ્યાન ભલે અદશ્ય જ રહેવા પામે તેની ચિંતા ર્યો કરવા કરતાં તેના કાર્યો જે પ્રત્યક્ષ છે તેને નિર્ણય યથાર્થ કરવું જોઈએ.
જડ અને ચેતનનું મિશ્રણ આ સંસાર, જેવા રૂપે છે તે રૂપે સૌને માટે પ્રત્યક્ષ છે, મતલબ કે સંસારમાં એકલા જડ પદાર્થો જ નથી કે એકલા ચેતન પદાર્થો પણ નથી, પણ ચૈતન્યસ્વરૂપ જીવને જન્મ લેવાનું સ્થાન જ જડ છે, માટે સંસારભરના નાના-મોટા જે જડ પદાર્થો છે તે બધાય જીવાશ્રિત છે અથવા જીવથી મૂકાયેલા છે અને સિદ્ધાત્માને