________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જે હેવાથી કદાચ આપણી બુદ્ધિમાં અનંત ધર્મોનું પ્રત્યક્ષીકરણ ન થાય તેથી તે દ્રવ્યના ગુણે અને પર્યાને નિષેધ કર તથા ભાષા વ્યવહાર બગાડે તે જાણી બુઝીને કર્મ કલેશેમાં ફસાવા જેવું છે. મધના વાટકામાં પડ્યા પછી અને લપટાયા પછી માખીને મર્યા વિના બહાર નીકળવું તે શક્ય જ નથી. તેવી જ રીતે કર્મ કલેશમાં ફસાઈ ગયા પછી તેના પ્રત્યેની મિથ્યા પ્રતિષ્ઠાની માયામાં ફસાઈ જવા જેવું થશે.
જ્યાંથી બહાર નીકળવું સર્વથા અશક્ય છે, કેમકે અનાદીકાળના કુસંસ્કારના કારણે અપવાદ સિવાય માનવ માત્રને સત્યપ્રતિષ્ઠા કરતાં પણ મિથ્યાપ્રતિષ્ઠાની માયા જબરદસ્ત હોય છે. ત્યારે જ પિતાના મતાનુયાયીઓને આશીર્વાદ અને નિર્દકોને શાપ દેવા માટે અવતારીઓને પણ જ્યારે મિથ્યાપ્રતિષ્ઠાની માયા નડતી હેય છે, ત્યારે આપણા જેવાઓની વાત કરવાને કંઈપણ અર્થ નથી. માટે જ અધ્યાત્મમૂર્ધન્ય શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું કે માનવવાદ, વિવાદ, સંવાદ, વિતંડાવાદ તથા છલ આદિને ત્યાગ કરીને સંવાદને ગ્રહણ કરવાનું રાખજે. જેથી સંસારને પણ તારાથી અહિંસા અને સંયમની સારામાં સારી બક્ષીસ મળવા પામશે.
દર્શનશાસ્ત્ર કે તર્કશાસ્ત્રના ગ્રન્થ પ્રત્યક્ષ દેખાતા સંસારની સાથે યદિ સુસંગતિ સાધી શક્તા નથી તે તે તકે અને દર્શનશાસ્ત્રો પણ અપ્રતિષ્ટ હોવાના કારણે તેમાં ઉપાદિષ્ટ તત્વે કેવળ બુદ્ધિની કસરત સિવાય બીજા શા કામે આવવાના છે? અને ધર્મશાસ્ત્રોને અભરાઈએ મૂકીને કેવળ તર્કવાદના જેરે કંડાર્ડડી અને પરસ્પર વાગબાણે ફેંકીને એક બીજાના હાડવેરી બનવાથી શું ફાયદો?