________________
૨૯૧
શતક ૩૦મું : ઉદ્દેશક-૨ બાળી નાખ્યા પછી કેવળજ્ઞાનના માલિક બન્યા અને સ્યાદ્વાદને આશ્રય લઈને પદાર્થોની પ્રરૂપણ કરી છે.
તીર્થંકર પરમાત્માઓના ધર્મના પ્રાણ સમા અહિંસા, સંયમ અને તપ આ ત્રણે ધર્મો આકાશમાં રહેલા સૂર્ય અને ચન્દ્રની જેમ અનાદિકાળના અને અનંતકાળ સુધી રહેવાના હોવાથી શાશ્વત છે. અહિંસા ધર્મની સુરક્ષાને માટે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહને સર્વાશે કે અપાશે ત્યાગ કરે આવશ્યક છે. સંયમ ધર્મની આરાધના માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તથા તપધર્મની સેવના માટે સમ્યકૂચારિત્રાન્તર્ગત બાર પ્રકારે સમ્યક્તપશ્ચર્યાનું વિધાન છે. આ ત્રણે ધર્મોમાં દુનિયાભરના બધાય ધર્મોને સમાવેશ થઈ જાય છે. આનાથી વિપરીત અધર્મ છે.
જ્યારે સ્યાદ્વાદ ધર્મ નથી પણ એક બીજાની અપેક્ષા રાખીને કરાતે વચન વ્યવહાર સ્યાદ્વાદ છે. “અનંત ધર્માત્મ કે વસ્તુની સાપેક્ષ રીત્યા યે વચન વ્યવહારઃ સઃ સ્યાદ્વાદઃ” એટલે કે દ્રવ્ય માત્રમાં અનંત ધર્મો પ્રત્યક્ષગોચર હોવાથી બીજા કેઈપણ ધર્મને (પર્યાના) અ૫લાપ કર્યા વિના ભાષા વ્યવહાર કરે તે સ્યાદ્વાદ છે. આમાં બે પદ છે. “સ્થાત્ અને વાદ” સ્યાત્ અત્રય હોવાથી તેને અર્થે અમુક અપેક્ષાએ થાય છે અને વાદ એટલે બોલવું. ભાષા વ્યવહાર કરતી વખતે બેલવાવાળાને, લખનારનો કે બીજા કોઈને આશય સમજ્યા પછી ઉત્તર જવાબ આપવો જોઈએ; કેમકે દ્રવ્ય માત્રમાં સ્વઅપેક્ષાએ (અસ્તિત્વરૂપે) અને પર અપેક્ષાએ (નાસ્તિત્વ સ્વરૂપે ) અનંત ધર્મો (પર્યાયે) વિદ્યમાન છે. આપણું મતિજ્ઞાન ટૂંકુ હોવાથી અથવા મતિજ્ઞાનાવરણીય કર્મોનું