________________
૨૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર્ સંગ્રહ
ચેડા મહારાજા( ભગવાન મહાવીરસ્વામીના મામા અને ગણુતંત્રના અધિનાયક )ને પણ કિંક મૂઢ જેવી અવસ્થામાં પહાંચાડી દીધા હતાં. ઇતિહાસની સાક્ષીએ આપણે કહી શકીએ છીએ કે તે સમયે સૌ કોઈ એક બીજાના દુશ્મન હતાં માટે મત્સ્ય ગળાગળ ના ન્યાય તાંડવનૃત્ય કરી
રહ્યો હતા.
ܕ
તેવા સમયે જ ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની ત્રિશલા રાણીએ જોયેલા ૧૪ સ્વપ્નાઓની વાત જ્યારે બહાર આવી ત્યારે સૌ પોતપોતાના મનમાં આશ્વાસિત થયા કે આ સ્વપ્નાથી સૂચિત તીર્થંકર કે ચક્રવર્તી જ હાય છે પણ ચક્રવર્તીની ૧૨ની સખ્યા પૂર્ણ થઈ ગયેલી હાવાથી સૌને થયુ` કે ત્રિશલારાણીના પુત્ર ૨૪મા તીર્થંકર થશે, કેમકે પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણુ પછી ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામી થશે તે વાત સૌના ખ્યાલમાં હતી. ચૈત્ર સુદિ ૧૩ના દિવસે રાણીજીએ પુત્રને જન્મ દીધા હતા અને ૬૪ ઇન્દ્રો તથા કરોડ કરાડ દેવદેવીએ તત્કાળના જન્મેલા પ્રભુને મેરૂપર્વત પર લઈ જઈને અભિષિક્ત કર્યાં ત્યારે સૌને પૂર્ણ વિશ્વાસ એસી ગયા હતા કે આ બાળક આપણા સૌને માટે તિજ્ઞાણું તારયાણું ’ અને ‘ મુત્તાણુ' માઅગાણુ ’ બનવા પામશે. પુત્રનુ નામ વર્ધમાનકુમાર રાખવામાં આવ્યું જે આગળ જઈને પેાતાની દિવ્યશક્તિ તથા ચાર મૂળાતિશયેાવડે કેવળજ્ઞાન મેળવશે અને દેવાધિદેવ તીર્થંકર, સન, ભગવાન મહાવીરસ્વામી તરીકે પ્રસિદ્ધિને મેળવશે. ૩૦ વષઁની ભરજુવાનીમાં સ’સારની તથા સ’સારીઓની કફોડી અવસ્થા જોઇને વ માનકુમારે દીક્ષા લીધી અને ૧૨૫ વર્ષ સુધી અખડ, ઘારાતિઘેર, સર્વથા અદ્વિતીય, સમ્યક્ તપશ્ચર્યારૂપી અગ્નિમાં ક કલેશને