________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૨
૨૮૯ એક બીજાને શત્રુ બનશે અને માનવજાતને કદરૂપી બનાવવાનું પાપ આપણું મસ્તકે ચૂંટશે.
માનવ જ્યારે વિતંડાવાદ, વિવાદ કે રાગદ્વેષમય બને છે ત્યારે તેનું મતિજ્ઞાન અવિકસિત જ રહેવા પામે છે, તથા “જીવ છે આ સત્ય હકીકત હોવા છતાં પણ “તે કે હશે ? તેનું સ્વરૂપ શું? તે પરિણામી છે કે નિત્ય છે? તેનું અત્યંતર થશે તે કેવી રીતે થશે? આ બધીય બાબતેની યથાર્થતા સુધી વિચાર કરવાને અવસર તેમને રહેતે જ નથી, અથવા તે કદરૂપ મલીન મતિજ્ઞાનના ફળ જ હઠાગ્રહ છે, કદાગ્રહ છે, વિતંડાવાદ છે, અને રાગાંધતા કે દ્વેષાંધતા છે. આ પ્રમાણે ૩૬૩ મતાના પ્રવર્તકે, તેમના આચાર્યો, મુનિઓ, અને તે તે મતના ભગતડાએ પાસે બીજા મતને હરાવવા સિવાય કે તેમને નિમ્ન કરવા સિવાય બીજી એકેય વાત તેમના ધ્યાનમાં રહી નથી.
તેમ છતાં પણ પરસ્પર લડીને-ઝઘડીને, મારી, મરીને અને માથા ફેક્યા કે ફેડાવ્યા પછી તેઓ લગભગ શક્તિહીન બની ગયા હતાં. પારકી રૂપાળી કન્યાઓને કે સ્ત્રીઓને પિતાના ઘરમાં ગુલામ બનાવતાં શ્રીમતે કે રાજાઓ જરૂર ખુશ થયા હશે, પરંતુ કડવી ઝૂંબડીના બીમાંથી કડવા તુંબડા જ જન્મે છે. તેવી રીતે પુરુષના ખાનગી દુરાચારના અભિશાપે પિતાની જ બેન બેટીઓમાં ગુપ્ત વ્યભિચાર જેવા હશે ત્યારે પિતાના ગુપ્ત દુરાચાર માટે તેઓ પસ્તાવો કરવા લાગી ચૂક્યા હતાં. દધિવાહન રાજાને શતાનીક રાજાએ હરાવ્યું તે તેને માલવાના રાજા ચંડપ્રદ્યોતે હરાવ્યું. જ્યારે કેણીકે પિતાની પ્રચંડ શક્તિ વડે તે વખતના બધાય રાજા મહારાજાઓના હાડકા ખોખરા કરી દીધા હતાં, ફળસ્વરૂપે. વ્રતધારી-તપસ્વી