________________
૨૮૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પંથને જન્મ થાય છે, જે મૂળ મતથી સર્વથા જૂદ પડે છે. જીવ અજીવના અસ્તિત્વ કે નાસ્તિત્વમાંથી અજ્ઞાનવાદને જન્મ લેતા કેટલી વાર? કારણ કે સંસારના શ્રીમંતને, રાજાઓને, રાણીઓને, શેઠાઓને કે તેમના પુત્ર પુત્રીઓને ધર્મની મર્યાદા તથા સદ્વિચાર અને સદાચારની મર્યાદાએ ગમતી ન હોવાના કારણે સ્વૈચ્છિક ખાનપાન, રહેણીકરણી આદિની અનુકૂળતા કરી આપે તેવા ટેળા કે ધર્મ પ્રત્યે તેમનું આકર્ષણ થાય તે સ્વાભાવિક છે.
અનાદિકાળને જીવાત્મા, મેહ મિથ્યાત્વના નશામાં બેભાન, બેહાલ, એમર્યાદ, બેશરમ, બેરહિમ, બેકરાર અને બેઈમાન બનેલું હોવાથી ધર્મની એકેય મર્યાદાને તે ન સમજી શકે, ન પાળી શકે તે માનવામાં આવે તેવી બેધડક સત્ય હકીકત છે. આવી પરિસ્થિતિમાં રાજા-મહારાજા તથા શ્રીમંત આદિને પિતાના ટોળામાં દાખલ કરવા માટે “સ્વયં નષ્ટઃ પરાનું નાશયતિ” આ ન્યાયે તે મહાધીશે કહેતા હોય છે કે જીવ અજીવ નથી, પુણ્ય પાપ નથી, સ્વર્ગ નરક નથી માટે ખાઓ, પીઓ અને લહેર કરે. આખેય સંસાર તમારા માટે ભેગ્ય છે અને તમે ભક્તા છે. આ પ્રમાણે કિયાવાદી તથા અકિયાવાદીના અભિશાપે અજ્ઞાનવાદનું જોર વધીને તે ફલેલે તે બનવાજોગ છે. ફળસ્વરૂપે સંસારને જુગાર, શિકાર, શરાબપાન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન જેવા અનિષ્ટ તત્ત્વની બક્ષીસ મળી, વધી અને ઘેર ઘેર વ્યાપક બની.
તે મહા પંડિતેને પિતાના પંથને પંપાળી પંપાળીને સ્થિર કરવાની ધૂનમાં એટલું પણ ધ્યાનમાં ન રહ્યું કે માનવની માનવતા જ યદિ પરિ સમાપ્ત થશે તે સંસારમાં એક બીજો