________________
શતક ૩૦ : ઉદેશે-ર
તત્કાળ ઉત્પન્ન થયેલા નારકો ચારે પ્રકારના વાદી છે તથા કિયાવાદી અનંતરો પપન્નક નારકે ભવસિદ્ધિક છે.
આ જ પ્રમાણે શેષ ત્રણ થી અગ્યાર ઉદ્દેશા મૂળ સૂત્રથી જાણવા.
આ શતકને પૂર્ણ કરીએ તે પહેલા ઉપર બતાવેલા ૩૬૩ મતમતાંતરના વિષયમાં જૈન શાસન શું કહેવા માંગે છે? અને સ્યાદ્વાદ વિચાર દ્વારા તે સમયના કેલાહલને કઈ રીતે શાંત કરે છે તે જાણવું અગત્યનું હેવાથી હવે આપણે જીવ, નિત્ય, અનિય, સ્યાદ્વાદ આદિના વિષયને જૈન શાસન પ્રમાણે ચચ લઈએ. પ્રસ્તુત પ્રશ્નોત્તરની પશ્ચાદ્દ ભૂમિકા?
ઉપર પ્રમાણે તે સમયના ૩૩ પાખંડીઓના મન્તને આપણે જાણી શક્યા છીએ.
ક્રિયાવાદીઓ કહે છે કે જીવ છે, અજીવ છે, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ છે. આ જ વાતને અક્રિયાવાદીઓ કહે છે જીવ નથી, અજીવ નથી, યાવત્ મોક્ષ પણ નથી. જ્યારે પદાર્થના યથાર્થને જાણવા જેટલી ક્ષમતા હોતી નથી અથવા પૂર્વગ્રહના કારણે પણ જે સત્યાર્થી સમજી શકાતું નથી, તેના માટે વાતે વાતે, પંક્તિ પંક્તિએ વિવાદ જમે છે, વધે છે અને તેમાંથી “પૂરે પૂરે અતિfમન્ના” આ ન્યાયથી એક પંથમાંથી બીજે અને બીજામાંથી ત્રીજા