________________
શતક ૩૦ : ઉદ્દેશ–૧ છો શું ક્રિયા આદિને માનનારા છે?
હે પ્રભે! સમવસરણ (જેમાં અનેક પ્રકારના પરિણામવાળા જી બેસે તે) એટલે મત મતાંતરે કેટલા કહ્યાં છે?.
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! સમવસરણ (મત મતાંતરે) નીચે પ્રમાણે ચાર પ્રકારે કહ્યાં છે.
( ૧ ) ક્રિયાવાદી, (૨) અક્રિયાવાદી, (૩) અજ્ઞાનવાદી અને વૈનાયિકવાદી. જીમાં બહુવચનને આશ્રય કરી ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! અનંતાનંત જેમાંથી કેટલાક કિયાવાદી છે, કેટલાક અકિયાવાદી છે અને કેટલાક અજ્ઞાનવાદી છે અને કેટલાક વૈનાયિકવાદી પણ છે. આ પ્રમાણે
કૃષ્ણદિ છ લેશ્યાના માલીકેના માટે પણ જાણવું. જ્યારે લેશ્યા વિનાના અયોગી (૧૪માં ગુણસ્થાનકે રહેલા) અને સિદ્ધ ભગવંતેને કેવળ કિયાવાદી જ જાણવા.
કૃષ્ણપાક્ષિક જેને સંસાર ઘણે લાંબે હોવાથી તેઓ ક્રિયાવાદી હેતા નથી પણ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી હોય છે.
શુકૂલપાક્ષિક જ પરિમિત સંસારી હોવાથી કેટલાક ક્રિયાવાદી પણ છે યાવત્ ચારે પ્રકારે છે.
સમ્યગુદષ્ટિ જી કેવળ કિયાવાદી જ છે, જ્યારે મિથ્યાદષ્ટિ જી કૃષ્ણપાક્ષિકની જેમ જાણવા.