________________
શતક ૩૦મું : ઉપકમ
૨૮૧ નહીં માનનારા અક્રિયાવાદીઓ અને તેમના અભિશાપે સાર્વત્રિક ફેલાયેલા અજ્ઞાનવાદીઓના કારણે માંસાહાર, શરાબપાન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, શિકાર આદિ મહાવ્યસને દેશના પ્રત્યેક સ્થાને વ્યાપક બની ચૂક્યાં હતાં, ત્યારે જ તે કાલ સૌકરિક આદિ કસાઈઓના કસાઈખાનામાં હજારોની સંખ્યામાં પાડાએ, ગાય, બકરાઓ, ઘંટાઓ અને મરઘાઓની કુર હત્યાએ દેશની આબાદીને જોખમમાં મૂકી દીધી હતી.
આવી પરિસ્થિતિમાં ભગવાન મહાવીર સ્વામીએ સ્યાદ્વાદ, અનેકાંતવાદને આશ્રય કરીને પાંડિત્ય ગર્વિષ્ઠ પંડિતેને, મિથ્યાભિમાની મહાપંડિતેને, રાજનીતિના ઘમંડી રાજાઓને, સુરાપાનના ચક્રાવે ચડેલા શ્રીમતેને પવિત્ર રસ્તે લાવી મૂક્યાં હતાં.
આટલી પૂર્વ ભૂમિકા પછી હવે આપણે મૂળસૂત્રના આધારે વિચાર કરીએ.