________________
શતક ૩૦મું : ઉપક્રમ
૨૭૯ કઈ પણ જાતની ઈચ્છા વિના કરેલા કાર્યોમાં અપરાધ તુલ્ય હોય તે પણ તેને દેષ છેડે જ મનાવે છે, જ્યારે તે જ કાર્યને મુનિ, પંન્યાસ, ઉપાધ્યાય કે આચાર્ય કરે તે તે કાર્યથી થતે દેષ પણ ઉત્તરોત્તર વધારે મનાય છે એટલે કે મુનિની ભૂલ કરતાં પંન્યાસની ભૂલ વધારે મહત્વની હોવાથી મુનિ કરતાં પંન્યાસ વધારે દંડનીય છે. તેના કરતાં ઉપાધ્યાયજી મહારાજ વધારે દંડને પાત્ર છે અને આચાર્ય દેવેની ભૂલ સર્વથા અક્ષમ્ય હેવાથી વધારે દંડનીય બને છે. તથા તુલ્ય અપરાધમાં મુનિને જે પ્રાયશ્ચિત આવે તેના કરતાં પંન્યાસને વધારે, ઉપાધ્યાયને તેના કરતાં પણ વધારે છે અને આચાર્ય દેવેને જબરદસ્ત પ્રાયશ્ચિત આવે છે. આ ન્યાયે જીવાદિ તને જાણી લીધા પછી જે પાપ કરે તેના કરતાં અમારૂં અજ્ઞાન લાખ વાર સારું છે. આ પ્રમાણે જીવાદિ નવ તત્વ ૯૪૭ સદ્ આદિરૂપે સાત પ્રકારે ગણતાં ૬૩ ભેદ થયાં; અને ભાસ્પતિ, સતી, અસતી, સતી અને અવક્તવ્યા ચાર પ્રકારે હોવાથી ૬૩+૪=૬૭ ભેદ અજ્ઞાનીઓના થયાં.
નયિક એટલે શું?
ભારતભૂમિ પર જ્યારે કિયાવાદી, અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી જીવાદિ તત્વને માટે જુદા જુદા પ્રકારે લડી રહ્યાં હતાં ત્યારે આ વનયિકવાદીઓ પણ ડંકાની ચેટ સાથે ભારતભૂમિના માનને સંબોધન કરતાં કહી રહ્યાં હતાં કે હે માન! હે પંડિતે ! હે મહાપંડિતે ! થેલીવારને માટે તમે તમારી આંખ બંધ કરીને તથા છાતી ઉપર હાથ મૂકીને વિચારે તે ખરા કે, જીવાદિ તને તમે જે રીતે માની રહ્યાં છે અને જે રૂપે નથી માનતા ઇત્યાદિ પ્રસંગમાં લડાઈ ઝઘડા કરી