SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮૯ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ યદાપૂર્વક જ થાય છે તેમાં કોઈની બુદ્ધિના ખળની આવશ્યકતા નથી. આ રીતે અક્રિયાવાદીઓના ૮૪ ભેદા થયાં. અજ્ઞાનવાદીએ એટલે શું? આ મતવાઢીએ જીવાદિ નવ તત્ત્વાને તથા ઉત્પત્તિ નામે દશમા તત્ત્વને સદ્ગુરૂપે, અસપે, સદસદરૂપે, અવક્તવ્યરૂપે, સદવક્તવ્યરૂપે, અસદવક્તવ્યરૂપે તથા સદસદવક્તવ્યરૂપે માન નારા હાતા નથી. તેએ કહે છે કે જીવ સરૂપે દેખાતા નથી, અસદૃરૂપે દેખાતા નથી, તેમ બીજા કોઇ પ્રકારે દેખાતા કે અનુભવાતા નથી, અથવા જીવાદિની જાણકારીનુ પ્રત્યેાજન પણ શુ છે? જીવ છે તેની જાણકારીનું ફળ પણ શું છે? જીવ છે તેની જાણકારી કોઇએ કરી નથી અથવા જીવ તત્ત્વ જાણી લીધું તેથી શું થઈ જવાનુ છે ? તેવી રીતે જીવ નથી, આ વાતને કોઇએ જાણી નથી અથવા નહીં જાણવા માત્રથી તેને હાનિ પણ શું થઈ ગઈ ? અને ભાવેાની ઉત્પત્તિ થાય છે તે કોઇએ જાણી નથી અથવા જાણી લીધી હોય તે પણ શું? જીવ અતીન્દ્રિય હોવાથી કોઈની પાસે તેવું જ્ઞાન નથી, જેથી આત્માને જાણી શકાય. અથવા આત્માને સગત, મૂત જ્ઞાનાદિ ગુણાપેત સ્વરૂપે કે તેનાથી રહિત હૈઈએ જાણી લીધે હાય તો પણ જાણનારને કથો ફાયદો? માટે પ્રત્યેક પ્રસગનું અજ્ઞાન જ સર્વ શ્રેયસ્કર છે. આત્માને નિત્ય માનનારા અનિત્યવાદીઓના હાર્ડવેરી છે, અને અનિત્યવાદી નિત્ય વાદીએના દુશ્મન છે. બન્નેના અખાડાઓમાં રાજ રાજ લડાઇએ થાય, મારામારી થાય અને મધ્યમ વર્ગ બિચારા શૂન્યમનસ્ક થઇને પેાતાનુ જીવન દ્વિધામાં પસાર કરી રહ્યો છે. આ કારણે જ અજ્ઞાન સર્વ શ્રેયસ્કર છે.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy