________________
શતક ૩૦મું : ઉપક્રમ
૨૭૭ પણ નથી. આ કારણે જ જીવાજીવાદિના નાસ્તિત્વને માનનારા હોવાથી આ ૮૪ ટોળાના પ્રવર્તકે, અને તેમના મેમ્બરો નાસ્તિક અને મિથ્યાત્વી છે. આથી જીવાદિના નાસ્તિત્વને માનનારા તેઓ કહે છે કે જીવાદિ નથી કેમકે તેને સિદ્ધ કરવા માટે તેનું એકેય લક્ષણ નથી જેના કારણે તેના અસ્તિત્વને માનવાની ફરજ પડે. તેથી લક્ષણ વિનાની લક્ષ્યની સિદ્ધિ કેવી રીતે કરી શકાશે? તથા જીવનું એકેય કાર્ય નિર્ણત નથી કેમકે આણુથી પર્વતની સિદ્ધિ જેમ શક્ય નથી તેમ જેનું કાર્ય દષ્ટિગોચર થતું નથી તે જીવાદિ તને માનવાની આવશ્યકતા રહેતી નથી. માટે આકાશ કુસુમની જેમ જેની સિદ્ધિ સ્વતાથી ન થાય તેની પરત:થી સિદ્ધિ માનવાનું કંઈ પણ કારણ નથી. કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મકૃતની વ્યાખ્યા કરાઈ ગઈ છે. કેવળ યચ્છાની વ્યાખ્યા જાણી લઈએ.
યુચ્છા :–જેમાં ઈચ્છા વિના અર્થની પ્રાપ્તિ થાય તેને યચ્છા કહે છે. આ વાદીઓનું કહેવું છે કે માનવેને સુખ દુઃખ આદિની જૂદા જૂદા પ્રકારની પ્રાપ્તિ સર્વથા અતર્કિત છે, કલપના વિનાની છે. જેમકે ઝાડની ડાળે કાગડે બેઠે હેય અને અકસ્માત ડાળ પડે તે સમયે કાગડાને ખબર નથી કે મારા બેસવાથી ડાળ પડી રહી છે, કે ડાળને પણ ખબર નથી કે હું કાગડા પર પડી રહી છું. આવા પ્રકારના યદચ્છાપૂર્વક થતાં કામમાં જનમાનસ કહે છે કે “કાગડા ને બેસવું ને ડાળનું પડવું થયું” તેવી રીતે “અમે પિશાચો છીએ, વનમાં રહીએ છીએ, ઢોલ નગારાને અમે સ્પર્શ પણ કરતાં નથી છતાં પણ સંસારને માનવ કહે છે કે વનવગડામાં પિશાચે ભેરી વગાડી રહ્યાં છે. આ પ્રમાણે જન્મવું-મરવું આદિ કાર્યો