________________
૨૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કે પૂરા સંસારમાં કેવળ એક આત્મા સિવાય બીજા એકેય પદાર્થની કલ્પના કરવી નરી અજ્ઞાનતા છે. ઉદાહરણ આપતા તેઓ કહે છે કે “આકાશમાં ચન્દ્ર એકની જ સંખ્યામાં છે, પરન્તુ જુદા જુદા પાણીથી ભરેલા પાત્રમાં તે જુદે જુદો દેખાય છે, તેવી રીતે સૌમાં આત્મા એક જ છે જે નવા નવા રૂપ ધારણ કરતે રહે છે.
ઉપર પ્રમાણે કિયાવાદીઓના ૧૮૦ની સંસ્થાના અખાડાઓ આપણે જોઈ ગયા, જાણી ગયા, જે સૌ એકબીજાના સર્વથા વિરેધીવૈરી અને વાતે વાતે લડતા ઝઘડતા ભારતભૂમિના માનને માટે અભિશાપરૂપે હતાં. જે દેશમાં, સમાજમાં ધર્મના નામે પાખંડ ચલાવનારાઓના ફલેશ કંકાસ થતાં રહેતા હોય ત્યાં માનવ સમાજને શાંતિ અને સમાધિ આપનારે કેશુ? અયિાવાદીઓ એટલે શું?
હવે આપણે અક્રિયાવાદીઓને સમજવાનો પ્રયત્ન કરીએ, જે ૮૪ની સંખ્યામાં છે. આ બધાય અખાડાના અખાડાબાજે, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજર અને મેક્ષ આ સાતેય તને નાસ્તિત્વ રૂપે માનનારા છે. તે સ્વતઃ નથી કે પરતઃ નથી માટે ૭૪૨=૧૪ ભેદ થયા.
કાળ, યદ્દચ્છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મકૃત આ છ પ્રકારે ૧૪૪૯=૮૪ ભેદ થયાં.
આ વાદીઓનું કહેવું છે કે જીવ નથી, અજીવ નથી, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેક્ષ નામે સાતેય ત છે જ નહી. તે સ્વતઃ નથી અને પરતઃ નથી તથા કાળકૃત, યદચ્છાકૃત, નિયતિ કૃત, સ્વભાવકૃત, ઈશ્વરકૃત તથા આત્મકૃત