________________
શતક ૩૦ : ઉપક્રમ
ર૭૫ હિતબુદ્ધિ ઘટતી જાય છે અને સ્વાર્થવૃત્તિ વધતી જાય છે.
સહનશક્તિ વિદાય લે છે અને રાગદ્વેષની માત્રા વધવા લાગે છે.
અપેક્ષા બુદ્ધિ અલવિદા લે છે અને એકાંત બુદ્ધિની પધરામણું થાય છે.
સમતા પ્રધાનતાના રીસામણું થાય છે અને તામસ પ્રધાનતાને પ્રવેશ થાય છે.
હૃદય મંદિરમાંથી ઈશ્વર જાય છે અને અસુરદેવની પ્રતિષ્ઠા થાય છે.
ઈત્યાદિ કારણે જીવાદિ ત સ્વતઃ પરતઃ નિત્ય કે અનિત્ય ભલે રહ્યાં પણ તેમાં બધાયમાં ઈશ્વરને હસ્તક્ષેપ અનિવાર્ય હોવાથી જીવની બધીય ક્રિયાઓ ઈશ્વરાધીન છે. એટલે જડ અને ચેતનમાં ઈશ્વરીય લીલાને નિર્વિવાદ માન્યા વિના ચાલે તેમ નથી. નાનું મોટું મકાન પણ કારીગર વિના બનતું નથી તે પછી આવડે મોટો સંસાર અને તેનું સંચાલન ઈશ્વર વિના થઈ શકે જ નહીં. તેઓ કહે છે કે “જીવ અજ્ઞાન છે, પિતાના સુખ દુઃખ માટે પણ સમર્થ નથી ત્યારે જ ઈશ્વર તેને સ્વર્ગમાં કે નરકમાં ધકેલી મારે છે? એટલે કે ઈશ્વરની આજ્ઞા વિના પીપળાનું પાંદડું પણ ચાલતું નથી.
આ ત્મ કૃતઃ
છવાદિ તત્વે, કાળ, નિયતિ સ્વભાવ કે ઈશ્વરને અધીન નથી પણ આત્મકૃત છે. આ આત્મકૃતવાદીઓનું મન્તવ્ય છે